કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)

ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંના બંને પ્રકારના લોટ લઇને તેમાં પાણી સિવાયની બીજી બધી સામગ્રી ઉમેરવી. હવે બધી વસ્તુઓ ને બરાબર મિક્સ કરી લેવી. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધી લેવો. લોટને થોડો મસળીને પંદર મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવો.
- 2
લોટને એક સરખા બાર હિસ્સામાં વહેંચી લેવો. હવે એક ભાગ લઈને મધ્યમ જાડાઈ ની નાની ભાખરી વણી લેવી. ગ્લાસ ની મદદથી કાપી લેવું જેથી કરીને બધી ભાખરી નો આકાર એક સરખો રહે (કાપવું ના હોય તો પણ ચાલે). કાપેલા હિસ્સાને બાજુ પર મૂકી રાખવો જેથી કરીને બધી ભાખરીના કાપેલા હિસ્સામાંથી બીજી ભાખરી બનાવી શકાય. ભાખરી માં ચપ્પુની મદદથી કાપા કરી લેવા.
- 3
આ રીતે વણીને કાપા કરીને બધી ભાખરી તૈયાર કરી લેવી. હવે ધીમા તાપે એક પેન ગરમ કરવા મૂકવી. તેમાં સમાય એટલી ભાખરી ગોઠવીને ધીમા તાપે શેકવી. હલકા ગુલાબી રંગની થાય એટલે પલટાવી લેવી.
- 4
હવે ભાખરી બીજી તરફથી ગુલાબી રંગની થાય એટલે તેના પર થોડું થોડું ઘી લગાવીને પછી પલટાવીને ભાખરી ના ડટ્ટા ની મદદથી દબાવીને બંને બાજુ ગુલાબી રંગ ની થાય એ રીતે શેકી લેવી. ભાખરી ને ધીમા તાપ પર જ શેકવી, બિલકુલ ઉતાવળ કરીને તાપ વધારવો નહીં. ધીમા તાપે શેકવા થી ભાખરી અંદરથી પણ સારી રીતે ચડી જાય છે અને ક્રિસ્પી બને છે.
- 5
આ રીતે બધી ભાખરી શેકી ને તૈયાર કરવી. ભાખરી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ જ એને સ્ટોર કરવી, નહિતર ભાખરી પોચી પડી જાય છે.
- 6
કોથમીર મરચા વાળી બિસ્કિટ ભાખરી ને ચા-કોફી કે અથાણાં સાથે પીરસવી.
Top Search in
Similar Recipes
-
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2આજે મે બિસ્કીટ ભાખરી બનાવી છે એમાં પુષ્કળ ધાણા નો ઉપયોગ કર્યો છે અને ઘણી હેલ્થી રીતે બનાવી છે. Sangita Vyas -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
કોથમીર બિસ્કીટ ભાખરી(Coriander Biscuit Bhakhari recipe in Gujarati) (Jain)
#FFC2#WEEK2#biscuitbhakhari#coriander#healthy#crispy#CookpadIndia#COOKPADGUJRATI ઘઉંના કકરા લોટ માં મોટી પડતું મોણ નાખીને બનાવવામાં આવતી ક્રિસ્પી બિસ્કીટ ભાખરી એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે આ ગરમાગરમ ભાખરી ની ઉપર ઘી લગાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે. આ ભાખરી સવારના નાસ્તામાં ચણા અથવા દૂધ સાથે લઈ શકાય છે આ ઉપરાંત સાંજે શાક, અથાણાં, કઢી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી અમારા ઘરે લગભગ દરરોજ બને છે સવારે નાસ્તામાં અથવા સાંજે જમવામાં બંનેમાં આ ભાખરી ચાલે છે આજે મેં અને ઓરેગાનો રાખી ને બિસ્કીટ ભાખરી બનાવી છે Kalpana Mavani -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
હરિયાલિ અપ્પે (Hariyali appe recipe in Gujarati)
અપ્પે સામાન્ય રીતે રવો અથવા તો ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા બાજરી ના લોટ નો ઉપયોગ કરીને હેલ્ધી અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા બધા લીલા શાકભાજી ઉમેરવામાં આવ્યા છે. આ હેલ્ધી અપ્પે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં અને ચટણી સાથે પીરસી શકાય. ચા કે કોફી સાથે પણ નાશ્તા તરીકે પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
જીરા-મેથી બિસ્કીટ ભાખરી (Jira Methi biscuit Bhakhari recipe in Gujarati)
#Fam#CookpadIndia#COOKPADGUJRATI બિસ્કીટ ભાખરી મારા નાની અને દાદી બંને આ જ રીતે બનાવતાં હતાં અને આજે પણ મારા મમ્મી, મામી અને કાકી પણ બનાવે છે. મેં એની એ જ પધ્ધતિ મુજબ બિસ્કીટ ભાખરી બનાવી છે જેમાં મુઠ્ઠી પડતું મોણ નાખીને કઠણ લોટ બાંધી ને ભાખરી કપડાં નાં મસોતા થી લોઢી પર ઘસી ને લાલાશ પડતી શેકવા માં આવે છે. પદ્ધતિ તો તેની જ રાખી છે પરંતુ તેમાં જીરું અને કસુરી મેથી ની ફ્લેવર ઉમેરી ને બિસ્કીટ ભાખરી તૈયાર કરેલ છે. ભાખરી ગરમ તથા ઠંડી બંને રીત સારી લાગે છે. ટ્રાવેલિંગમાં જોડે લઈ જવું હોય તો સારી રહે છે. બાળકો બિસ્કીટ ને પણ ભુલી એટલી સરસ લાગે છે. તે એકલી ખાવા ની પણ મજા આવે છે ્ તેને ચા,અથાણું, છુંદો, મરચાં,શાક, દહીં, ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhari recipe in Gujarati)
#રોટીસ #રોટલીબિસ્કિટ ભાખરી એ ગુજરાતની સ્પેશિયલ ભાખરી છે જેમાં ભાખરીને શેકીને કડક બનાવવામાં આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની ભાખરી ખૂબ વપરાય છે. બિસ્કિટ ભાખરી ને તમે લંચ, રાતનું વાળું કે નાસ્તામાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ અને સાંજનો એક સરસ નાસ્તો. આ બીસ્કીટ ભાખરી બહારગામ જવાનું હોય તો લઈ જઈ શકાય છે. આ ભાખરી બહુજ ટેસ્ટી લાગે છે.#FFC2 Bina Samir Telivala -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Buiscuit Bhakhri Recipe i
#FFC2#week2#cookpadgujarati ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે. ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરોમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજ ના ભોજન માં બનતી જ હોય છે. મસાલા બિસ્કીટ ભાખરી એ ઘઉંના લોટ અને ઘી વડે બનાવવામાં આવતી લોકપ્રિય ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજન છે. આ મસાલા ભાખરી ને બાળકોના ટિફિન બો્ક્સ માં પણ ભરી ને આપી સકાય છે આ મસાલા બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી સકાય છે આ ભાખરી જલ્દીથી બગડતી નથી. આ મસાલા ભાખરી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ ના હોય તો ઘઉં ના જીના લોટમાં રવા ને ભેળવી ને પણ આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરી શકાય છે. Daxa Parmar -
ઢેખરા (Dhekhra recipe in Gujarati)
ઢેખરા દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી છે જે અનાવિલ બ્રાહ્મણ સમુદાયના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. ઢેખરા તુવેરના દાણા, ચોખાનો લોટ, બીજા લોટ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઢેખરાને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.#GA4#Week4 spicequeen -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨માટીની તાવડી માં બનતી ભાખરીની મીઠાશ જ કંઈ જુદી જ હોય છે. અહીં મેં તાવડી અને લોઢી બંને નો ઉપયોગ કર્યો છે જેથી ઝડપથી બની શકે. આમાં તમે મસાલા ભાખરી કે વિવિધ ભાજીની ભાખરી પણ બનાવી શકો.સવારનાં નાસ્તામાં ગરમાગરમ ભાખરી અને ચા હોય તો.. તો.. કાંઈ નો ઘટે😅 Dr. Pushpa Dixit -
રવા બીસ્કીટ ભાખરી(rava biscuit bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર/આટા#વિક2ચા સાથે માણી શકાય તેવી મસ્ત બીસ્કીટ ભાખરી Dipti Ardeshana -
-
ભાખરી પૂરી (bhakhri puri recipe in Gujarati)
#સાતમ આપણે પૂરી ઘઉ કે મેંદાના લોટમાંથી બનાવતા હોય છે. ભાખરી ઘઉંના જાડા કરકરા લોટમાંથી બનાવીએ. ભાખરીને વધારે દિવસ માટે સ્ટોર કરી શકાય એટલે અને પૂરીના ફાર્મમાં બનાવી છે. Sonal Suva -
-
બિસ્કીટ ભાખરી (Biscuit bhakri recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad બિસ્કીટ ભાખરી એક ગુજરાતી વાનગી છે. લગભગ દરેક ગુજરાતી ભાખરી નામની વાનગી થી પરીચીત હોય છે. ગુજરાતી લોકોના ઘરમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં બનતી હોય છે. બાળકોના ટિફિન બોક્સમાં પણ ભાખરીને પસંદ કરવામાં આવે છે. બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી લાંબા સમય સુધી સરસ રીતે સાચવી શકાય છે.આ ભાખરી જલ્દીથી બગડતી નથી. બિસ્કીટ ભાખરી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ વાપરવામાં આવે છે પરંતુ જો આપણી પાસે ઘઉંનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો રોટલી બનાવવા માટેના ઘઉંના લોટમાં રવો ભેળવીને પણ આ બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. બિસ્કીટ ભાખરી ને દૂધ સાથે, ચા સાથે કે સબ્જી સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવી બિસ્કીટ ભાખરી કઈ રીતે બને છે. Asmita Rupani -
ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મેથી પૂરી (Methi poori recipe in Gujarati)
મેથી પુરી ઘઉંનો લોટ અને મેથીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે નાસ્તામાં અથવા તો બાળકોનાં લંચ બોક્સમાં આપી શકાય. મેથી પુરી બટાકાનું શાક, અથાણું અથવા તો ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#મેથી - મસાલા બિસ્કીટ ભાખરીમેથી - મસાલા બિસ્કીટ ભાખરી ને બાળકો ના લંચ બોકસ માં આપી શકાય.પ્રવાસ માં સાથે લઈ જઈ શકાય."હરેક સફર ની હમસફર...મેથી મસાલા બિસ્કીટ ભાખરી....ખૂબ જ સ્વાદિષ્ટ,અંદર સુધી ક્રિસ્પી ને ...બજાર માં મળે છે એને પણ ટકકર મારે એવી આ ભાખરી તૈયાર થાય છે.આભાર કૂકપેડ સરસ થીમ આપી...અત્યારે મેથી પણ સરસ મળે છે એટલે બનાવી,ઘર ના સભ્યો પણ ખુશ....બાકી મેથી ની સૂકવણી ની કરતાં પણ તાજી મેથી ના પાન નો ઉપયોગ કરી પણ સરસ થાય છે...સીઝન માં ૨ વખત તો થાય જ.... Krishna Dholakia -
-
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (24)