પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#ST
#STREET_FOOD
#PANIPURI
#TEMPTING
#CHAT
#RAGADO
#COOKPADINDIA
#COOKPADGUJRATI
મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યકિત માટે
  1. 100પાણીપુરી ની પૂરી
  2. મસાલો બનાવવા:
  3. 500 ગ્રામકાચા કેળાં
  4. 1 કપદેશી ચણા
  5. પા કપ મગ
  6. 1 ચમચીપાણીપુરીના પાણી ની લૂગદી
  7. અડધો કપ ઝીણી સમારેલી કોથમીર
  8. અડધી ચમચી ચાટ મસાલો
  9. લાલ મરચું પાવડર
  10. 1 ચમચીધાણાજીરું પાવડર
  11. પા ચમચી સંચળ
  12. ચમચીમીઠું
  13. રગડો બનાવવા માટે:
  14. અડધો કપ કઠોળના સૂકા વટાણા
  15. અડધો કપ કાબૂલી ચણા
  16. અઢીસો ગ્રામ કાચા કેળા
  17. અડધી ચમચી મીઠું
  18. આ ચમચી હળદર
  19. 1ચમચો પાણીપુરીના પાણી ની લૂગદી
  20. અડધી ચમચી ચાટ મસાલો
  21. અડધી ચમચી પાણીપુરી નો કોરો મસાલો
  22. 1ચમચો ઝીણી સમારેલી કોથમીર
  23. પાણીપુરી નું પાણી બનાવવા માટે:
  24. 2 કપફુદીનાના
  25. 1 કપકોથમીરના પાન
  26. 1લીંબુ
  27. પા ચમચી સુંઠ
  28. પાચ થી છ બરફના ટુકડા
  29. એકથી દોઢ લિટર ઠંડુ પાણી
  30. મીઠું સ્વાદાનુસાર
  31. 1નાનું પેકેટ જલજીરા પાવડર
  32. 6-7લીલા મરચા
  33. ખાટી મીઠી ચટણી બનાવવા માટે:
  34. 50 ગ્રામઆમલી
  35. 50 ગ્રામખજુર
  36. 50 ગ્રામગોળ
  37. અડધી ચમચી આખું જીરૂ
  38. 1/4 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  39. 1/2 ચમચીધાણાજીરું પાવડર
  40. પા ચમચી સંચળ
  41. ગાર્નીશિંગ કરવા માટે મસાલા બુંદી અને ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    રગડો બનાવવા માટે:
    વટાણા અને કાબુલી ચણાને થી ૮ કલાક માટે પલાળી ને ચપટી મીઠું અને હળદર ઉમેરીને જુદા જુદા બાફી લો. કેળાને બાફી ને ની છાલ કાઢીને એક કાચા કેળા ના ઝીણા ટુકડા સમારી લો અને બીજા કાચા કેળા નો માવો કરી લો હવે. આ બધી જ સામગ્રી એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી, ઉકળવા મૂકો. હવે, રગડા ના બધા જ મસાલા ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લો.

  2. 2

    તૈયાર છે આપણો પાણીપુરી માટેનો ગરમાગરમ રગડો.

  3. 3

    કાચા કેળાં ચણા અને મગ નો મસાલો બનાવવા માટે:
    મગનો દાણો એકદમ છૂટો રહે, મગ આખા જ રહે તે રીતે તેને છુટા બાફી લો. કાચા કેળા ને બાફીને તેની છાલ કાઢી લો અને તેનો માવો કરવો. પછી તેમાં બધા જ મસાલા અને લૂગદી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બાફેલા ચણા અને મગ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    પાણીપુરી નું પાણી બનાવવાની બધી જ સામગ્રી એક મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ તૈયાર કરી લો અને ઠંડા પાણીમાં જરૂર મુજબ તે પેસ્ટ ઉમેરી દો.

  5. 5

    ખાટી મીઠી ચટણી બનાવવા માટે:
    ખજૂર અને આમલીના ઠળિયા કાઢી તેને ધોઈને તેને અડધો કલાક માટે પલાળી, પછી તેમાં ગોળ અને જીરું ઉમેરી ત્રણથી ચાર વ્હિસલ થી બાફી લો. હવે આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં કોરા મસાલા ઉમેરી મિક્સરમાં ક્રશ કરીને તેને ગાળી લો. ચટણી ની પેસ્ટ તૈયાર થાય તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ખાટું મીઠું પાણી તૈયાર કરો.

  6. 6

    તૈયાર કરેલ દરેક વાનગી સર્વિંગ બાઉલમાં લઈને પાણીપુરી ના ઠંડા પાણીમાં ઉપરથી તીખી બુંદી ભભરાવીને સર્વ કરો.

  7. 7

    તૈયાર છે એકદમ ચટાકેદાર નાના-મોટા સૌને પ્રિય, જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી પાણીપુરી સર્વ કરવા માટે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes