પૌંઆ ડોનટ વડા (Poha Donut Vada Recipe in Gujarati)

#LB
#હેલ્થી_લંચબોકસ_રેસિપી
#cookpadgujarati
આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે ઇન્સ્ટન્ટ પૌંઆ ડોનટ વડા. આ વડા લોકપ્રિય સાઉથ ઈન્ડિયન રેસિપી માંથી વડાનું ત્વરિત સંસ્કરણ છે. આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત 20 મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડા તો બધા બનાવે છે, પણ આજે પૌંઆના ડોનટ વડા કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. આ વડા તમે ગરમ કે ઠંડા ખાઇ શકો છો. આ વડા ચા, કોફી કે દુધ સાથે ખાઇ શકો છો. જો બાજુમાં લીલી ચટણી કે કેચઅપ હોય તો મજા જ કંઇક જુદી આવે છે. આ વડા ને બાળકોના લંચ બોક્સ માં આપી સકાય છે.
પૌંઆ ડોનટ વડા (Poha Donut Vada Recipe in Gujarati)
#LB
#હેલ્થી_લંચબોકસ_રેસિપી
#cookpadgujarati
આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે ઇન્સ્ટન્ટ પૌંઆ ડોનટ વડા. આ વડા લોકપ્રિય સાઉથ ઈન્ડિયન રેસિપી માંથી વડાનું ત્વરિત સંસ્કરણ છે. આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત 20 મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડા તો બધા બનાવે છે, પણ આજે પૌંઆના ડોનટ વડા કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. આ વડા તમે ગરમ કે ઠંડા ખાઇ શકો છો. આ વડા ચા, કોફી કે દુધ સાથે ખાઇ શકો છો. જો બાજુમાં લીલી ચટણી કે કેચઅપ હોય તો મજા જ કંઇક જુદી આવે છે. આ વડા ને બાળકોના લંચ બોક્સ માં આપી સકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં પૌંઆ લઈ તેને પાણી વડે ધોઈ પાણી નિતારી લો. હવે ધોઈ ને પાણી નિતારી લીધેલા પૌંઆ માં ફરી પૌંઆ ડૂબી જાય એટલું પાણી એડ કરો. 5 મીનીટ સુધી પૌંઆ ને રેસ્ટ આપી. 5 મીનીટ માં પૌંઆ સોફ્ટ થઈ ગયાં હસે. હવે આ પૌંઆ ને એક ચારણી માં લઈ તેમાંથી પાણી કાઢી લો.
- 2
હવે આ પલાળેલા પૌંઆને મિક્સર જારમાં ઉમેરી ક્રશ કરી લો.
- 3
ક્રશ કરેલા પૌંઆને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લો અને તેમાં બારીક સમારેલી ડુંગળી, લીલું મરચું + લસણ + આદુની પેસ્ટ, નમક, રેડ ચીલી ફ્લેક્સ, પિઝા સોસ અને ચોખાનો લોટ ઉમેરો.
- 4
પછી બારીક સમારેલી લીલી કોથમીરના પાન ઉમેરો અને બરાબર મિક્સ કરો જેથી બધું બરાબર ભેગું થાય.
- 5
હાથને તેલથી ગ્રીસ કરો અને આ પૌંઆના મિક્સરમાંથી લીંબુની સાઈઝનો બોલ બનાવો. સહેજ ચપટી કરો અને વચ્ચે એક હોલ બનાવો. આ રીતે બધા પૌંઆ વડા તૈયાર કરી લો.
- 6
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં આ પૌંઆ વડા ઉમેરી મીડિયમ ગેસ ની આંચ પર વડા ને ઉલટ પુલટ કરીને ગોલ્ડન અને ક્રિસ્પી તળી લો.
- 7
હવે આપણા એકદમ ક્રિસ્પી અને હેલ્થી પૌંઆ વડા તૈયાર છે સર્વ કરવા માટે. આ વડા ને મસાલા દહીં કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 8
- 9
Similar Recipes
-
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati હેલ્થી વસ્તુથી જો તમારા દિવસની શરુઆત થાય તો તેનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. આમ તો નાસ્તામાં ખાવા માટે ઘણી બધી એવી વસ્તુ છે, જે તમે સરળતાથી બનાવી શકો છો. પરંતુ આજે હું તમને ‘મલ્ટીગ્રેન થાલીપીઠ’ ની રેસિપી જણાવવા જઈ રહી છું. આ ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ હેલ્થી પણ છે.મલ્ટીગ્રેન લોટમાંથી બનેલી આ થાલીપીઠ મોટાભાગે મહારાષ્ટ્રીયન ઘરોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની રોટલી છે જે મલ્ટીગ્રેન લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત છે કે તેને બનાવવા માટે વધુ વસ્તુની જરૂર નથી પડતી. ઓછી મહેનતથી આ રેસિપી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. પેટ ભરવાની સાથે સાથે તે પ્રોટીન અને પોષણથી પણ ભરપુર છે. Daxa Parmar -
પૌંઆ કબાબ (Poha Kebab Recipe In Gujarati)
હંમેશા પૌંઆ માંથી પૌંઆ બટાકા નો જ નાસ્તો કેમ?? તો આજે મેં કંઈક અલગ અને ટેસ્ટી બનાવવા ની ટ્રાય કરી છે. આશા રાખું કે બધાને ટ્રાય કરવું ગમશે. Harita Mendha -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
પૌંઆ કટલેસ વડા
#રવાપોહા પૌંઆ કટલેસ વડા એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે.આ રેસીપીને મેં અલગ પ્રકારની બનાવી છે.આ મારી રેસીપી છે એકવાર જરૂર થી બનાવો " પૌંઆ કટલેસ વડા "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
કાંદા પૌંઆ
🌰કેમ છો મજામાં...આજે હું તમારા માટે લઈને આવી છું "કાંદા પૌંઆ" મધ્યપ્રદેશ ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય પૌંઆ તો ઘરમાં હોય જ..છે#goldenapron2#week3#madhyapradesh Dhara Kiran Joshi -
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ચીલી ડ્રેગન પોટેટો (Chilli Dragon Potato Recipe in Gujarati)
#EB#week12#FD#CookpadGujarati#indochinesefood ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. "મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય".બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું. પરંતુ હું આજે મારી નાનપણ થી લઇ ને અત્યાર સુધી ની બેસ્ટ friend ની માટે આજે આ રેસિપીને અનુલક્ષીને એની માટે ચીલી ડ્રેગન પોટેટો બનાવી ને એને મેં સરપ્રાઈઝ આપી. કારણ કે એને ચાઇનીઝ ફૂડ વધારે પસંદ છે. Daxa Parmar -
જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar
#WK1#week1#cookpadgujarati રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે. Daxa Parmar -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
પાલક પૌઆ ના વડા (Palak Poha Vada Recipe In Gujarati)
#RC4Green Colourઆ વડા ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ વડા તમે શીતળા સાતમે પણ આગલા દિવસે બનાવી ને ખાઈ શકો છો.4-5 દિવસ સુધી સરસ રહે છે. તેને પિકનિક માં પણ સાથે લઇ જઈ શકો છો. Arpita Shah -
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1 બટાકા પૌંઆ તો બનાવ્યા જ હશે પણ આજે આપણે પૌંઆ પરાઠા બનાવયે. બ્રેકફાસ્ટ કે ડીનર માટે ઉપયોગી થાય તેવા સ્વાદિષ્ટ પરાઠા. Bhavna Desai -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
-
કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)
#CDY#children_special#cookpadgujarati કોર્ન ફ્લેક્સ ભેલ એ ઝડપી અને સરળ નાસ્તાનો વિકલ્પ છે. બાળકો તેમજ પરિવારના તમામ સભ્યો માટે સાંજના ચાના સમય અથવા મંચિંગ નાસ્તા માટે આ એક સંપૂર્ણ નાસ્તો છે. આ એક સુપર સરળ અને સરળતાથી ઉપલબ્ધ ઘટકો સાથે તૈયાર કરવા માટે ઝડપી છે. બાળકો રોજ રોજ દૂધ સાથે કોર્ન ફ્લેક્સ ખાઈ ને થાકી ગયા હોય છે, તો આ રીત ની કોર્ન ફ્લેક્સ ભેલ બનાવી ને બાળકોને ખવડાવીએ તો એ હોંશે હોંશે ખાય લેશે. તદુપરાંત, આ એક ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે કારણ કે આ બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જેવા ઘણાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમના દાણા ભેલને સરસ ટેન્ગી-મીઠો સ્વાદ આપે છે. તેથી, આ ભેલ ઘરે બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો સ્વાદ માણો. Daxa Parmar -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ હોય એટલે દુધ પૌંઆ હોય જ . #cookpadindia #cookpadgujarati #sweet #dudhpauva Bela Doshi -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari -
ફરાળી સાબુદાણા વડા (Falhari Sabudana Vada Recipe in Gujarati)
#ff1#નોન_ફ્રાઇડ_ફરાળી_રેસિપી#cookpadgujarati આ પ્રખ્યાત ફરાળી સાબુદાણા વડા વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. જે ખાસ કરીને ભારતમાં વ્રતના સમયે કે તેહવારના સમયે બનાવવામાં આવતી હોઈ છે. સાબુદાણાને ઉપયોગ મોટે ભાગે ફરાળી ડીશોમાં થતો હોઈ છે. જે બનાવવામાં ખુબજ થોડો સમય લાગશે અને સૌને પસંદ પણ પડશે. ન કેવળ વ્રત માટે જ પરંતુ આપ આ ડીશ એક સાઈડ ડીશ તરીકે પણ ભોજન સમયે સર્વ કરી શકો છો. ઉપરાંત મહેમાનોની સામે એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ પ્રસ્તુત કરી શકો છો. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. ઉપવાસ માં જો આવી વાનગી બનાવી ને ખાઈએ તો આખા દિવસ ભર શરીર માં સ્ફૂર્તિ રહે છે. આ વડાને મેં સેલો ફ્રાય કરીને સર્વ કર્યા છે. Daxa Parmar -
પૌંઆ ચેવડો (Poha Chivda Recipe In Gujarati)
પૌંઆનો ચેવડો એ લગભગ દરેક ચવાણા એન્ડ સ્વીટ માર્ટ માં તૈયાર વેચાતો જોવા મળે છે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન નાસ્તા માટે ઘરે ઘરે બનાવવામાં આવે છે. આ ચેવડા માં ભાગ ભજવતી તમામ સામગ્રીને યોગ્ય પ્રમાણમાં પરંપરાગત રીતે તળીને બનવવામાં આવે છે. આ પૌઆ ચેવડો સ્વાદમાં ખાટો-મીઠો હોવાની સાથે ક્રિસ્પી પણ બને છે જે ચા અથવા કોફી સાથે પીરસવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે મેં આ પરંપરાગત પૌંઆ ચેવડાની રેસિપી અહીં શેર કરી છે.#festivalrecipes#festivesnack#pohachiwda#pauvachevdo#diwalivibes#festivetreats#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
ડોનટ ઢોકળા(donut dhokal in. GUJARATI)
બાળકો ને હેલ્ધી ખોરાક આપવા માટે કોઈ નવી રીત અજમાવી એ તો બાળકો ્્ હોંશ થી ખાશે.તેથી પાલક અને બીકથી ડોનટ ઢોકળા બનાવવા ની કોશિશ કરી.#વિકમિલ૩#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (23)