કેસેડિયા (Quesadilla recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#JSR
#cookpad_guj
#cookpadindia
મૂળ મેક્સિકો નું આ વ્યંજન આજે દુનિયાભર માં પ્રચલિત છે અને નાના મોટા સૌ ની પસંદ છે. બીન્સ, ચીઝ, શાકભાજી ને ટોર્ટીઆ માં પીરસાતી આ વાનગી ની શરૂઆત 16મી સદી થી થઈ છે એવું કહેવાય છે. ટોર્ટીઆ આમ તો મકાઈ ના લોટ ના હોય છે પણ ઘઉં ના ટોર્ટીઆ પણ વપરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 16 નંગટોર્ટીઆ
  2. 1 કપબાફેલા રાજમાં કે બીન્સ
  3. 2ચમચા ટાકો સીઝનિંગ
  4. 1સુધારેલું સિમલા મરચું
  5. 1સુધારેલું ટામેટું
  6. 1સુધારેલી ડુંગળી
  7. 1 કપખમણેલું ચીઝ
  8. 2ચમચા તેલ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાં ને ગ્રાઇન્ડ કરી તેમાં ટાકો સીઝનિંગ અને જરૂર પૂરતું મીઠું ઉમેરી ભેળવી લો.

  2. 2

    એક ટોર્ટીઆ લઈ તેની ઉપર રાજમાં ની પેસ્ટ પાથરો.

  3. 3

    બધા શાકભાજી પાથરો. ઉપર ખમણેલું ચીઝ પાથરો. એની ઉપર બીજું ટોર્ટીઆ મૂકી ને બંધ કરો.

  4. 4

    હવે ગરમ કરેલી લોઢી પર થોડું તેલ ચોપડી બન્ને બાજુ થી સેકી લો.

  5. 5

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes