જૈન પર્યુષણ સ્પેશિયલ રસમ વડા શોટ્સ

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#RB20
#SJR
#JAIN
#SHRAVAN
#VADA
#SHOTS
#SOUTHINDIAN
#HOT
#SPICY
#TANGY
#COOKPADINDIA
#COOKPADGUJRATI
જૈન પર્વિશનમાં કોઈ પણ પ્રકારની લીલોતરી નો એટલે કે શાક તથા ફ્રુટ નો ઉપયોગ થતો નથી આથી આ દિવસોમાં શું રસોઈ બનાવી તે પ્રશ્ન મૂંઝવતો હોય છે. અહીં મેં તીખી ખાટી ગરમાગરમ એવી રસમ તૈયાર કરી છે. તેની સાથે સાથે વડા પણ તૈયાર કર્યા છે આ વાનગી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રકારની લીલોતરી નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરેલ છે.

જૈન પર્યુષણ સ્પેશિયલ રસમ વડા શોટ્સ

#RB20
#SJR
#JAIN
#SHRAVAN
#VADA
#SHOTS
#SOUTHINDIAN
#HOT
#SPICY
#TANGY
#COOKPADINDIA
#COOKPADGUJRATI
જૈન પર્વિશનમાં કોઈ પણ પ્રકારની લીલોતરી નો એટલે કે શાક તથા ફ્રુટ નો ઉપયોગ થતો નથી આથી આ દિવસોમાં શું રસોઈ બનાવી તે પ્રશ્ન મૂંઝવતો હોય છે. અહીં મેં તીખી ખાટી ગરમાગરમ એવી રસમ તૈયાર કરી છે. તેની સાથે સાથે વડા પણ તૈયાર કર્યા છે આ વાનગી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રકારની લીલોતરી નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. વડા બનાવવા માટે:
  2. 2 કપઅડદની દાળ
  3. 1 ચમચીચોખા
  4. 1 ચમચીચીલી ફ્લેક્સ
  5. 1/2 ચમચી અધકચરા કરેલા મરી
  6. 1/2 ચમચી અધકચરા કરેલા સૂકા ધાણા
  7. 1/4 ચમચી હિંગ
  8. 1/4 ચમચી સૂંઠ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તળવા માટે તેલ
  11. રસમ બનાવવા માટે:
  12. 2 મોટા ચમચારસમ પાઉડર
  13. 3 થી 4 ચમચી તેલ
  14. 2 નંગલવિંગ
  15. ટુકડોતજ
  16. 2સુકા લાલ મરચાં
  17. 1/4 ચમચી રાઈ
  18. 1/4 ચમચી મેથી દાણા
  19. ચપટીહિંગ
  20. 1/4 ચમચી હળદર પાઉડર
  21. 1 ચમચીલાલ મરચું પાઉડર
  22. 1 ચમચીટામેટા નો પાઉડર
  23. 10-12સૂકા મીઠા લીમડાના પાન
  24. 1 ચમચીઅડદની દાળ
  25. 1/2 ચમચી ચણાની દાળ
  26. 1/2 કપ બાફેલી તુવેરની દાળ
  27. 1ચમચો આમલીનું પાણી
  28. ચમચીગોળ
  29. 1 ચમચીસૂકા ટોપરાની છીણ
  30. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    અડદની દાળમાં, ચોખા ઉમેરી ત્રણ થી ચાર વખત તેને ધોઈને છ થી સાત કલાક માટે તેને પલાળો પછી તેમાંથી વધારાનું પાણી નિતારીને સહેજ પાણી સાથે મિક્સર જારમાં તેને એકદમ મુલાયમ પીસી લો હવે તેમાં વડામાં ઉમેરવાના બધા જ કોરા મસાલા ઉમેરી બરાબર ફીણી ને ગરમ તેલ માં વડા પાડી આછા લાલાશ પડતા તળી લો.

  2. 2

    એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં તજ,લવિંગ, તમાલપત્ર,સુકા મરચા, સુકો લીમડો, જીરુ, મેથીદાણા, હિંગ, અડદની દાળ ચણાની દાળ ઉમેરી એક મિનિટ માટે સાંતળો પછી તેમાં રસમ પાઉડર, ટામેટાનો પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર ઉમેરીને ચાર કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    પાણી ઉકળવા લાગે એટલે તેમાં બાફેલી તુવેરની દાળ, મીઠું અને ટોપરાનું છીણ ઉમેરીને પાંચથી સાત મિનિટ ઉકાળી લો. પછી તેમાં આમલીનો પલ્પ અને ગોળ ઉમેરી બે મિનિટ માટે ઉકાળી લો.

  4. 4

    રસમ સરસ ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને તળેલા વડા તેમાં ઉમેરી દો રસમવાળા શોર્ટ્સ બનાવવા માટે નાના નાના ગ્લાસમાં રસમ ઉમેરી ઉપર ટૂથપીક વડે વળાને ભરાવી દો તો તૈયાર છે રસમવાળા શોર્ટ્સ સર્વ કરવા માટે.

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes