વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1બાઉલ રાંધેલા ભાત (1 કપ બાસમતી ચોખા ના)
  2. 1 કપબાફેલા લીલા વટાણા
  3. 1 નંગગાજર બારીક સમારેલું
  4. 1 નંગટામેટું સમારેલું
  5. 1/2 નંગ કેપ્સિકમ સમારેલું
  6. 1 નંગ મોટી ડુંગળી (લાંબી સ્લાઈસ)
  7. 1લીલી ડુંગળી ના પાન (સમારેલા)
  8. 1ડાળખી મીઠો લીમડો
  9. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીઘી
  12. 1/4 ચમચીરાઈ
  13. 1/4 ચમચીજીરૂ
  14. 1 ચપટીહિંગ
  15. 1તમાલ પત્ર
  16. 2લવિંગ
  17. 1 ટુકડોતજ
  18. 1/2 ચમચીમરચું પાઉડર
  19. 1/2 ચમચીહળદર
  20. 1/2 ચમચીધણાજીરૂ
  21. 1 ચમચીબિરિયાની મસાલો
  22. મીઠું સ્વાદ પ્રમાણે
  23. કોથમીર સમારેલી જરૂર મુજબ
  24. સર્વ કરવા માટે -👇
  25. રાઇતું (લિંક 👇)

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજિટેબલ સમારી ને તૈયાર કરી લેવા.ચોખા ને 80% રાંધી લેવા.

  2. 2

    નોનસ્ટિક પેનમાં તેલ અને ઘી નો વઘાર મૂકી તેમાં રાઈ,જીરું,હિંગ અને ખડા મસાલા ઉમેરી દો.ત્યારબાદ લીમડો ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળો.

  3. 3

    હવે તેમાં ગાજર અને વટાણા ઉમેરી 3 મિનિટ ઢાંકી ને ચડવા દો. હવે તેમાં ટામેટા અને કેપ્સિકમ ઉમેરી ને બધો મસાલો ઉમેરી બરાબર ચડવા દો.

  4. 4

    હવે તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી 2 મિનિટ ગરમ થાય એટલે કોથમીર અને લીલી ડુંગળી ના પાન ઉમેરી ઉતારી લેવું.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ વેજ તવા પુલાવ. સર્વ કરો.

  6. 6

    રાઇતું લિંક - https://cookpad.wasmer.app/in-gu/r/16486849

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes