ફાફડા (Fafda Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. ૧/૨ ટીસ્પૂન પાપડખાર
  2. ૧ ટીસ્પૂનહીંગ ૨ ટેબલ સ્પૂન પાણી
  3. ૨ કપચણાનો લોટ
  4. ૧ ટીસ્પૂનઅજમો
  5. ૧/૨ ટીસ્પૂન મીઠું
  6. ૧ટીસ્પૂન મરી પાઉડર
  7. ૩ ટેબલ સ્પૂનતેલ
  8. ૩ ટેબલ સ્પૂનપાણી
  9. છાંટવાનો મસાલો :
  10. ૧ ટીસ્પૂન મરી પાઉડર
  11. ૧/૨ ટીસ્પૂન સંચળ
  12. ૧/૨ ટીસ્પૂન હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કાચના બાઉલ મા પાપડખાર & હીંગ મીક્ષ કરો હવે એમા ૨ ટેબલ સ્પૂન પાણી નાંખી ઘોળ તૈયાર કરો

  2. 2

    હવે ૧ તાંસ મા ચણાનો લોટચારણીથી ચાલી ને લો.... એના કરણે લોટ ફ્લફી થશે.હવે એમા અજમો હાથથી મસળી ને નાંખો. મીઠું, મરી & તેલ નાંખો... એને સારી રીતે મસળીને મીક્ષ કરો...હવે પાપડખાર & હીંગ નો ઘોળ મીક્ષ કરો... & ૩ ટેબલ પાણી નાંખી લોટ બાંધો.. જરૂર પડે તો બીજુ ૧ ટેબલ સ્પૂન પાણી નાંખો... હવે સ્હેજ તેલ નાંખી લોટને કણસી સરસ લોટ બાંધો

  3. 3

    હવે બંને હાથથી ખેંચી... વળ ચડાવી લોટ ને વાક આપવો..... જ્યારે લોટને ખેંચીયે & લોટ ના તૂટે... ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી...હાથ ચોંટે લો સ્હેજ તેલ વાળો હાથ કરવો.... લોટ નો કલર પણ ચેન્જ થશે

  4. 4

    હવે પહેલા ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરવો& તેલ ગરમ કરવા મૂકવુ & લોટ મા થી ૧ નાનો લૂવો કરી હાથની હથેળીથી લાંબો ખેંચવો& ચપ્પા ની મદદ થી એને ઉખાડવો.. એ રીતે બીજા ફાફડા કરો.& તેલ ગરમ થયે એને મીડીયમ તાપે તળી લો & ગરમ ફાફડા પર મસાલો છાંટો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes