ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
પાંચ વ્યક્તિ
  1. 1 કિલોટામેટાં
  2. 1 નંગનાનું બટેકુ
  3. 1 નંગમિડીયમ સાઈઝ નું ગાજર
  4. 1 કટકો બીટ
  5. 1/2 નાનું મરચું
  6. કટકો આદુ
  7. 2તજ લવિંગ
  8. 1તમાલપત્ર
  9. 2લાલ સુકા મરચા
  10. ઘી અથવા બટર
  11. દોઢ ગ્લાસ પાણી
  12. 4 થી 5 ફુદીનાના પાન
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    એક બાઉલમાં ટામેટાં બીટ ગાજર અને નાના બટાકા ના મીડીયમ સાઈઝના ટુકડા કરો બટેકાથી સુપની કંસિસ્ટન્સી પ્રોપર થશે કોર્ન ફ્લોર ની જરૂરિયાત નહીં રહે

  2. 2

    એક કુકરમાં ઘી અથવા બટર મૂકી ગરમ થાય એટલે તજ લવિંગ તમાલપત્ર બાદિયા મરચું અને આદુની કટકી ઉમેરી એક સેકન્ડ માટે સાંતળું

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં અને બાકીના શાક ઉમેરો તેમાં મીઠું ખાંડ અને સહેજ લાલ ચટણી નાખી અને કુકરની ત્રણ વિસલ કરી લો

  4. 4

    કુકર ઠંડુ થાય પછી તેમાં ફુદીનાના પાન ઉમેરી બ્લેન્ડરથી ક્રશ કરી લો અને પછી ગાડી લો અને પછી તેને થોડીવાર માટે ઉકળવા દો

  5. 5

    પરફેક્ટ કન્સીસ્ટન્સી અને ટેસ્ટ સાથે ટમેટાનું સૂપ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
પર

ટિપ્પણીઓ

Similar Recipes