ઘુટો (Ghuto Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#cookpad
#cookpadindia
#cookpadgujarati
ઘુટો એ એક વિસરાતી વાનગી છે. જે ઘણા બધા શાકભાજી અને દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વાનગી માં મરી મસાલા નો ઉપયોગ મોટેભાગે કરવામાં આવતો નથી. આ વાનગી વિટામીન પ્રોટીન મિનરલ્સ ફાઇબરથી ભરપૂર છે

ઘુટો (Ghuto Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
ઘુટો એ એક વિસરાતી વાનગી છે. જે ઘણા બધા શાકભાજી અને દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વાનગી માં મરી મસાલા નો ઉપયોગ મોટેભાગે કરવામાં આવતો નથી. આ વાનગી વિટામીન પ્રોટીન મિનરલ્સ ફાઇબરથી ભરપૂર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપમિક્સ દાળ (તુવેર દાળ,અડદ દાળ ચણાદાળ, મગછડી, મગફોતરાવાળી દાળ
  2. ૩ કપમિક્સ શાકભાજી (ભીંડો અને કારેલા સિવાયના બધા શાકભાજી લઈ શકાય
  3. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  4. ૨ ટેબલ સ્પૂનઆદુ લસણ અને તીખા લીલા મરચા વાટેલા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫ મિનિટ
  1. 1

    બધી દાળને મિક્સ કરી ધોઈને બે કલાક માટે પલાડી દો

  2. 2

    એક મોટા તપેલામાં પાંચથી છ ગ્લાસ પાણી ગરમ કરવા મુકી તેમાં પલાળેલી દાળ ઉમેરી દો. પાણી ઉકળે ત્યાં સુધીમાં બધા શાકભાજીને ધોઈને સમારી લો.

  3. 3

    પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક પછી એક શાકભાજી ઉમેરતા જાવ. જે શાકને ચડતા વાર લાગે તેને પહેલા નાખવું. આ રીતે બધા જ શાકભાજી પાણીમાં ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરો. વાટેલા આદુ મરચાં અને લસણ ઉમેરી મિક્સ કરો

  4. 4

    મીડીયમ આંચ ઉપર થવા દો જરૂર પડે તો પાણી ઉમેરવું. દાળ અને બધા શાકભાજી ચડી જાય એટલે લીંબુનો રસ એડ કરો. મિક્સ કરી પાંચ મિનિટ થવા દો. ઘુટો થઈ ગયો. ઘુટો સુપની જેમ સર્વ કરવાનો હોય તો થોડું લિક્વિડ કન્સીસ્ટન્સી રાખવી. અને રોટલા સાથે સર્વ કરવો હોય તો થોડી ઘટ્ટ કન્સીસટન્સી રાખવી.

  5. 5

    કોથમીર થી ગાર્નીશ કરી ઘુંટાને ગરમ ગરમ સર્વ કરો. મેં અહીં સર્વ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes