નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર ના ટુકડા
  2. ૩ સમારેલા કાંદા
  3. ૭-૮ લસણ ની કળી
  4. ૧૦ કાજુ, બદામ
  5. ૨ ચમચી મગજતરી
  6. ૬ ચમચી દેશી ઘી
  7. ૧/૨ કપ કેસર વાળું દૂધ
  8. ૧/૨ કપ ઘટ્ટ મોળું દહીં
  9. ૧ ચમચી વાટેલા કાળા મરી
  10. ૧ ચમચી કસૂરી મેથી
  11. ૧ ચમચી જીરૂ
  12. ૨ તજ,
  13. ૨ લવિંગ,
  14. ૨ ઈલાયચી
  15. તમાલપત્ર
  16. ૨ સમારેલા લીલાં મરચાં
  17. ૧ ચમચી ગુલાબજળ
  18. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ના ટુકડા ને એક પેનમાં હલકા સાંતળો. બદામ ને ગરમ પાણીમાં પલાળી છાલ ઉતારી લો. એક કડાઈમાં એક કપ પાણી ઉકળવા મુકો. તેમાં કાંદા, કાજુ, બદામ, લસણ અને મગજતરી ઉમેરી દસ મિનિટ સુધી બાફી લો.

  2. 2

    મિશ્રણ ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસી ને પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરૂં, ખડા મસાલા અને લીલાં મરચાં નાખીને સાંતળો. તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. ઘટ્ટ દહીં ઉમેરીને કેસર વાળું દૂધ ઉમેરો.

  3. 3

    સવાદ મુજબ મીઠું ઉમેરો. કાળા મરી, કસૂરી મેથી અને ગુલાબ જળ ઉમેરીને બરાબર મિક્સ કરો. ઘી છુટું પડે ત્યાં સુધી રાંધો. પનીર ના ટુકડા ઉમેરો. સ્વાદિષ્ટ નવાબી પનીર તૈયાર.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes