દાળ ઢોકળી

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#MyKitchenGuru

My mother

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ જણ માટે
  1. ૧/૨ કપ તુવેર ની દાળ
  2. ૩-૪ ચમચા તેલ
  3. ૧ ચમચી રાઈ
  4. ૧ ચમચી અજમો
  5. ૧ ચપટી હિંગ
  6. જરૂર મુજબ લીમડો
  7. '૨ સૂકા લાલ મરચા
  8. ૩ ચમચા કાચી સીંગ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧ ચમચો લાલ મરચા ની ભૂકી
  12. ૧ ચમચો ધાણા જીરું નો ભૂકો
  13. ૩ ચમચા ગોળ
  14. '૧ લીંબુ
  15. જરૂર મુજબ સજવા માટે કોથમીર
  16. લોટ માટે
  17. ૨ કપ ઘઉં નો લોટ
  18. સ્વાદાનુસાર મીઠું
  19. ૧/૨ ચમચી હળદર
  20. ૧ ચમચો લાલ મરચા ની ભૂકી
  21. ૧/૨ ચમચી અજમો
  22. ૪-૫ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    તુવેર ની દાળ ને ધોઈ ને ૧૫-૨૦ મિનિટ માટે પલાળી દો. પછી તેને બાફી ને જેરી લો.

  2. 2

    લોટ માટે માં ની સામગ્રી ને ભેગી કરી ને લોટ બાંધી લેવો.મોટા લુઆ કરી ને રોટલી વાણી લેવી. તેમાં થી ચોરસ ટુકડા કરી લો.

  3. 3

    એક કઢાઈ માં તેલ ગરમ કરો. એમાં રાઈ ને અજમો તતડે એટલે હિંગ, સૂકા મરચા ને લીમડો ઉમેરો.

  4. 4

    તેમાં જેરેલી દાળ ઉમેરો. પછી મીઠું, હળદર, લાલ માર્ચ ની ભૂકી, ને ધાણા જીરું નો ભૂકો ઉમેરો. કાચી સીંગ ઉમેરી ને બરાબર હલાવી લો. ઉકળવા દો.

  5. 5

    ઉકલે ત્યારે તેમાં ઢોકળી ના ટુકડા ઉમેરો. ઢાંકણું ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.બધું ચઢી જાય પછી તેમાં ગોળ ને લીંબુ નો રસ ઉમેરો.થોડી વાર રાંધી લો. કોહમીર ભભરાવી ને સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes