રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1કપ પાણી
  2. 1 1/2કપ ચણાનો લોટ (જરૂર મુજબ)
  3. 1ચમચી લીંબુના ફુલ
  4. 1ચમચી ખાવાનો સોડા
  5. 8ચમચી આખી ખાંડ (5 ચમચી વઘાર નાં પાણીમાં,3 ચમચી લોટમાં)
  6. 2ચમચી મીઠું
  7. 5ટેબલ્સપુન તેલ
  8. રાઈ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ થાળી ને તેલ લગાવી વાસણમાં પાણી ભરી તપવા મુકી દો.
    એક કપ પાણીમાં ચણા નો લોટ સમાય એટલો નાખવો, ભજીયા ના ખીરા જેવું રાખવું, એક ચમચી લીંબુના ફુલ, મીઠું સ્વાદાનુસાર, અને ત્રણ ચમચી ખાંડ નાખીને બરાબર હલાવી લો.

  2. 2

    પછી એક ચમચી ખાવાનો સોડા નાખીને બરાબર હલાવવું, આથો આવે એટલે તરત જ ગરમ કરેલી થાળી માં રેડી દેવું. 10-15 મીનીટ માં થઇ જશે.
    ચપ્પુ ખોસી જોવું. ચોંટે ના એટલે થઈ ગયું. કાપા પાડી લેવા. એક બાજુ તેલ, રાઈ, હિંગ, લીમડો,લીલા મરચાં નો વઘાર કરવો.

  3. 3

    વઘાર સહેજ ઠન્ડો પડે એટલે (ગરમ વઘાર માં પાણી રેડવાથી ઊભરાઈ ને ભડકો થાય)એમાં એક ગ્લાસ પાણી, પાંચ ચમચી ખાંડ, ચપટી લીંબુ નાં ફુલ અને ચપટી મીઠું નાખીને બે ઉભરા આવે એટલે બન્ધ કરીને તરત જ કાપા પાડેલા ખમણ ઉપર રેડી દેવું પછી થાળી ઢાંકીને 15 મીનીટ રહેવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977
પર

ટિપ્પણીઓ

Similar Recipes