શેર કરો

ઘટકો

  1. 3વાડકી ચોખા
  2. 1વાડકીઅળદ ની દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 કપતેલ
  5. 1 મોટી ચમચીઅધકચરા વાટેલા મરી
  6. લીલી ચટણી માટે
  7. 1બાઊલ કોથમીર
  8. 12-15કળી લસણ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 4તીખા લીલા મરચાં
  11. 1 ચમચીલીબુ નો રસ
  12. 1 ચમચીશેકલુ જીરુ
  13. 1/2 કપખાંડ
  14. 1 ચમચીરઈ
  15. 1 ચમચીતલ
  16. 1ડાદખી લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર ને સમારી મીક્સર માં ભરી મરચાં લસણ મીઠું જીરુ ખાંડ લીબુ નો રસ થોડુ પાણી નાખીને જાડી ચટણી બનાવવી.અળદ ની દાળ ચોખા ને ધોઇ 7 થી 8 કલાક પલાળવા. પછી કકરુ માં દળી લેવુ.મરી ને અધકચરા વાટે લેવા.

  2. 2

    ઢોકળયા માં બાફવા મુકતી વખતે ખીરા મા મીઠુ નાખીવુ.થાળી મા તેલ લગાવીને ખીરું પાથરી 2 થી 3 મીનીટ બફાવા દેવુ.થાળી બહાર કાઢી ચટણી લઞાવી ઊપર ફરી ખીરું પાથરી ઊપર મરી છાંટવો.પછી 2 થી 3 મીનીટ બફાવા દેવુ.

  3. 3

    ઠંડુ થવા દેવું પછી વઘારીયા માં તેલ મૂકી રઈ મુકી તતડે પછી તલ અને લીમડો નાખીને કટ કરેલા ઈદડા પર રેડી પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
preeti sathwara
preeti sathwara @cook_16663568
પર

ટિપ્પણીઓ

Similar Recipes