રવા વેજીટેબલ અપ્પમ

Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676

#SG

રવા વેજીટેબલ અપ્પમ

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ રવો
  2. ૧ કપ દહીં
  3. નમક સ્વાદાનુસાર
  4. ૨ ટેબલસ્પુન પાણી
  5. ૧/૪ કપ વટાણા
  6. ૧/૪ કપ સમારેલી ડુંગરી
  7. ૧/૪ કપ ખમણેલી ફૂલકોબી
  8. ૧/૪ કપ સમારેલી ફણસી
  9. ૧ ટીસ્પુન આદુ-મરચા ની પેસ્ટ
  10. ૧ ટેબલસ્પુન તેલ વઘાર માટે
  11. ૮-૧૦ લીંબડા ના પાન સમારેલા
  12. ૧/૪ ટીસ્પુન રાય
  13. ૨ ટેબલસ્પુન તેલ ગ્રીઝીંગ માટે
  14. ૧ પાઉચ ઇનો
  15. સર્વ કરવા માટે ગ્રીન ચટની/ કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ એક બાઉલ મા રવો, દહીં, નમક, વટાણા, ડુંગરી, ફણસી, ફૂલકોબી અને આદૂ-મરચા ની પેસ્ટ પાણી મા નાંખી મીક્સ કરી, ૧૦-૧૫ મિનીટ માટે સાઇડ પર રાખવું।

  2. 2

    એક વઘાર કરવાના વાસણ મા તેલ ગરમ કરવું। તેલ ગરમ થાય ત્યારે તેમાં રાય તથા લીંબડા ના પાન નો વઘાર કરી, રવા વાળા મિશ્રણ મા નાંખી મીક્સ કરવું।

  3. 3

    અપ્પમ ની લોઢી ગેસ પર તેલ લગાડી ધીમા તાપે ગરમ થવા મુકવી। હવે પેલા મિશ્રણ મા ઇનો નું પાઉચ નાંખી મીક્સ કરવું। બહુ ના હલાવવું।

  4. 4

    દરેક મોલ્ડ મા ૧-૧ ચમચી મિશ્રણ નાંખી ઢાંકી ને ૩ મિનીટ પાકવા દેવું।

  5. 5

    ૩ મિનીટ બાદ અપ્પમ નીચે થી પાકી ગયા હોય, તેને પલટાવતા પહેલા ઉપર ૨-૩ ટીપા તેલ લગાડવું।

  6. 6

    હવે અપ્પમ ને ચમચી વડે પલટાવી બીજી બાજુ પણ ૩ મિનીટ પાકવા દેવું।

  7. 7

    તમારું ગરમા ગરમ રવા અપ્પમ તૈયાર છે। તેને ગ્રીન ચટની અથવા કેચપ સાથે સર્વ કરો।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676
પર

Similar Recipes