રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  1. ૪ અળવી નાં
  2. 1વાડકી ચણા નો લોટ
  3. 2 ચમચીચોખા નો લોટ
  4. ૧/૪ વાડકી આંબલી ની પલ્પ
  5. ૧/૨ વાડકી ગોળ
  6. 1 ચમચીઅજમો
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. એડધી ચમચી હળદર પાઉડર
  9. ૧/૪ ચમચી હિંગ
  10. 1 ચમચીગરમ મસાલો
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. પાણી જરૂર પ્રમાણે
  13. વઘાર માટે:- બે ત્રણ ચમચી તેલ
  14. 2 ચમચીતલ
  15. 1 ચમચીરાઈ જીરું
  16. ચપટીહિંગ
  17. 7મીઠા લીમડાના પાન
  18. 2 ચમચીજીની સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અળવી નાં પાન ને ભીના કપડાં થી બરાબર લૂછી લો. પછી કોરા કપડે થી લૂછી નાખી.

  2. 2

    આ પાન ની રગ અને ડિતિય ને ધ્યાન થી કાઢી લેવા (જો ન કાઢીએ તો ખાતી વખતે મોમાં વાગી જાય)

  3. 3

    એક વસાણ માં લોટ અને બધા જ મસાલા મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિકસ કરતું જવું અને એક સમૂથ અને લગાવી શકાય તેવું મિશ્રણ તૈયાર કરવું.

  4. 4

    હવે જે બાજુ થી રગ કાઢી હતી તે બાજુ પર લોટ નું મિશ્રણ બરાબર લગાવવું. તેના ઉપર વિરુદ્ધ બાજુ એ બીજું પાન મૂકી પછી લોટ નું મિશ્રણ બરાબર લગાવવું. આવી રીતે ચારેય પાન ઉપરાઉપરી ગોઠવી દેવા.

  5. 5

    પેહલા બન્ને સાઈડ માંથી પાન વળવા પછી બન્ને ઉપર નીચે ની બાજુ થી વાળી પછી લોટ લગાવી ને પાન ને રોલ વાળવો.

  6. 6

    એક તપેલી મા પાણી મૂકી તેના ઉપર ચારની માં પાત્રા ના રોલ ને મૂકી ૨૦ મિનિટ સુધી બાફવા.

  7. 7

    પાત્રા બફાય જાય એટલે તેને ઠંડા પાડવા દાઈ ગોળ ગોળ પતિકા કરી દેવા.

  8. 8

    એક કડાઈ મા બે ત્રણ ચમચી તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો અને તલ નાખી પાત્રા ને ઉપર નીચે હલાવી વઘાર કરવો.

  9. 9

    કોથમીર ભભરાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes