બ્રોકોલી આલમન્ડ સૂપ

avanee
avanee @cook_19339810

બ્રોકોલી આલમન્ડ સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બ્રોકોલી
  2. ૨૦ થી ૨૫ નંગ પલાળેલી બદામ
  3. ૧ નંગ ડુંગળી
  4. ૫ થી ૬ કળી લસણ
  5. ૧ ચમચી અમૂલ બટર
  6. ૧ નંગ તમાલ પત્ર
  7. ૧ કપ દૂધ
  8. ૧ ચમચી મેંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા બટર મૂકી તેમાં સમારેલી ડુંગળી અને લસણ સાંતળવા..બાજુ માં બીજા પેન મા બ્રોકોલી ને ૨ મિનિટ માટે બાફી લો.

  2. 2

    બધી બદામ છોલી ને તેને પાતળી લાંબી સમારી તવી પર ધીમા તાપે બદામી રંગ ની શેકી લેવી.

  3. 3

    ડુંગળી અને લસણ બદામી રંગના શેકાય જાય એટલે તેમાં તમાલ પત્ર નાખી હલાવવું. પછી તેમાં મેંદો નાખી હલાવી શેકી લેવો અને મેંદો શેકાય જાય એટલે દૂધ ઉમેરી દેવી

  4. 4

    મિક્સર મા બાફેલી બ્રોકોલી અને થોડી શેકેલી બદામ નાખી પેસ્ટ બનાવી લેવી

  5. 5

    દૂધ ઘાટું થઈ જાય એટલે એને મોટી ગર અણી થી ગાળી લેવું એક કડાઈ માં

  6. 6

    તેમાં બ્રોકોલી ની પેસ્ટ નાખી અને ૨ મિનિટ હલાવવું અને છેલ્લે મીઠું નાખી ને ગેસ બંધ કરવો.

  7. 7

    સૂપ તૈયાર છે.તેને સૂપ બાઉલ માં પીરસી ને ઉપર થી થોડી બદામ મૂકવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

ટિપ્પણીઓ

Similar Recipes