ડુંગળીયુ

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામનાની ડુંગળી
  2. 250 ગ્રામટામેટા
  3. 2 કપલીલુ લસણ
  4. 1 કપફરસાણની પાપડી
  5. 1 કપખમણેલું પનીર (optional)
  6. 1/2 કપકાજુના ટુકડા
  7. 1/2 કપશેકેલા સીંગદાણા
  8. 1/2 કપદહીં
  9. 1/2 કપતેલ
  10. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીઆચાર મસાલો
  12. 2 ચમચીલાલ મરચુ
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. 1/2 ચમચીહળદર
  15. 2-3બાદિયા
  16. 1 ચમચીગોળ
  17. 1લીંબુ
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળીની છાલ કાઢીને નીચેની બાજુએ આડો અને ઉભો ચીરો કરી લેવો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આખી ડુંગળી સાંતળવા મુકી દેવી. ગૅસ ફૂલ રાખવો.

  2. 2

    ડુંગળી સંતલાય ત્યાં સુધીમાં સીંગદાણા ક્રશ કરી પાવડર બનાવી લેવો. અને ટામેટા ક્રશ કરી લેવા.

  3. 3

    ડુંગળી લાલ થાય એટલે તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી લેવી. પછી હળદર અને લીલુ લસણ ઉમેરવું.

  4. 4

    ત્યાર બાદ ટામેટાની પ્યુરી ઉમેરી સાંતળવું. તેલ છૂટુ પડે એટલે તેમાં કાજુના ટુકડા ઉમેરી લેવા. હવે તેમાં મરચુ, મીઠું, ધાણાજીરુ, બાદિયા અને આચાર મસાલો ઉમેરી મિક્સ કરી લેવુ.

  5. 5

    હવે તેમાં સિંગદાણાનો ભુકો ઉમેરવો અને પાપડીને હાથથી ક્રશ કરી ઉમેરી લેવી.

  6. 6

    ત્યાર બાદ તેમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરવું પછી છીણેલું પનીર ઉમેરી લેવું.

  7. 7

    તેલ છૂટું પડે એટલે તેમાં ગોળ અને લીંબુ ઉમેરી 2 મિનીટ ચડવા દેવુ. ત્યાર બાદ કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes