ફણગાવેલા મગ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને ૩-૪ વાર ગરમ પાણીથી ધોઈ લો.હવે તેને સતપ પાણી માં ૬-૭ કલાક પલાળી તે પલળી જાય ત્યારબાદ મગમાંથી બધું પાણી કાઢી લઇ. ને એક કપડામાં નાખીને પોટલી બાંધી દેવી.
- 2
હવે સાતથી આઠ કલાક બાદ આ પોટલી ખોલી ને જોશો તો મગ એકદમ સરસ અંકુરિત થયેલા જોવા મળશે.તો આ તૈયાર છે ફણગાવેલા મગ. હવે આ મગ નો વઘાર કરવા માટે કૂકરમાં તેલ ગરમ કરવું ત્યારબાદ તેમાં હળદર અને મીઠા લીમડાના પાન નાખી. તેમાં ફણગાવેલા મગ એડ કરો. હવે તેમાં બધા મસાલા અને સ્વાદ અનુસાર નમક નથી એકદમ મિક્સ કરો. જો રસાવાળુ શાક ખાવું હોય તો જરૂર પૂરતું પાણી એડ કરવુ. છુટા ખાવા હોય તો સહેજ પાણી એડ કરવું. હવે કુકર બંધ કરી અને બેથી ત્રણ વ્હીસલ વાગે ત્યાં સુધી ચડવા દેવું.
- 3
તો તૈયાર છે ફણગાવેલા મગ નુ શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378046












ટિપ્પણીઓ