આટા ચકરી (Atta Chakri Recipe In Gujarati

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચ લોકો માટે
  1. અઢીસો ગ્રામ ચોખાનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. અડધી ચમચી હળદર
  4. અડધી ચમચી મરચાની ભૂકી
  5. અડધી વાટકી મલાઈ
  6. આદુ મરચાની પેસ્ટ
  7. નવશેકુ પાણી લોટ બાંધવા માટે
  8. તેલ તળવા માટે
  9. અડધી ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ એક વાસણમાં અઢીસો ગ્રામ ચોખાનો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અડધી ચમચી હળદર ઉમેરવાની અને તેને સરખું મિક્ષ કરી લેવાનું

  2. 2

    તે બંને મિક્સ થયા બાદ તેમાં અડધી ચમચી મરચાની ભૂકી ઉમેરવાની અને અડધી ચમચી હિંગ તે બંનેને મિક્સ કરી લેવાના અને પછી તેમાં અડધી વાટકી મલાઈ ઉમેરવાની

  3. 3

    મલાઈ ઉમેરીને મિક્સ કર્યા બાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાંખવાની અને પછી તેમાં જરૂર મુજબ નવશેકું પાણી નાખી અને લોટ બાંધવા નો

  4. 4

    લોટ બાંધ્યા બાદ તેને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દેવાનો 10 15 મિનિટ થયા બાદ તેને સંચામાં ભરી લેવાનો અને પછી એક ડીશમાં પાડી અને ગોળ વાળવાની

  5. 5

    ગોળ વરાઈ ગયા બાદ તેને તેલમાં નાખી દેવાની અને ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ સુધી તળવાની પાંચ મિનિટ બાદ તેનો રંગ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જશે આવો રંગ થઈ ગયા બાદ તેને બહાર કાઢી લેવાની તો તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ અને ભરાવદાર આટા ચકરી અને આ ખાવામાં પણ ખુબજ પોચી અને સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes