ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#goldenapron3#week16

શેર કરો

ઘટકો

  1. ખીરું બનાવવા માટે:- અડધી વાટકી ઘઉં નો જાડો લોટ
  2. 1 વાટકીમેંદો
  3. અડધી વાટકી રવો
  4. પા વાટકી કોર્ન ફ્લોર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. મસાલો બનાવવા માટે:-૪ નંગ બાફેલા બટાકા
  7. 3 નંગઝીણી સમારેલી ડુંગળી
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીલાલ મરચાનો પાવડર
  11. 1 ચમચીવરિયાળી
  12. 2 ચમચીખાંડ
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. અડધી ચમચી મરી પાવડર
  15. અડધી ચમચી ગરમ મસાલો
  16. ચપટીહિંગ
  17. અડધી ચમચી જીરૂ
  18. દોઢ ચમચી આદુ મરચાની પેસ્ટ
  19. તળવા માટે તેલ
  20. પકોડા માટે ૧ પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાથરોટ માં બધા લોટ મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. હવે તેમાં પાણી નાખી ભજીયા ના ખીરા થી સહેજ પાતળું ખીરું તૈયાર કરો.

  2. 2

    બટાકા ને છુંદી લો.. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો પછી ડુંગળી નાખી સાંતળો.. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરવી અને થોડીવાર હલાવી તેમાં બટાકા નો માવો નાખી દો

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ઠંડુ થવા દો.હવે બ્રેડ ની એક સ્લાઈસ પર બટાકા નો મસાલો બરાબર લગાવી દો પછી બીજી સ્લાઈસ તેના પર રાખી દો.

  4. 4

    હવે તૈયાર કરેલી સ્લાઈસ ને વચ્ચે થી કાપી લો...એક કઢાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે ખીરા માં સ્લાઈસ ને ડુબાડી ને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    હવે એક પ્લેટમાં કાઢી લો અને ખાટી મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો..

  6. 6

    આ રીતે કરેલા પકોડા માં તેલ બહુ ઓછું રહે છે અને ક્રિસ્પી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

ટિપ્પણીઓ (2)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166
તમારી આ રેસિપી જોઈને મેં પણ આજે પકોડા બનાવીયા ખરેખર ખૂબ જ સરસ બન્યા છે આ રેસિપી શેર કરવા બદલ તમારો ખુબ આભાર

Similar Recipes