સ્પાઈસી કસાટા (spicy casata recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#રોટીસ

લાંબી સફર ના સાથી....થેપલા અને બટાકાની સુકી ભાજી....
થેપલા અને બટાકાની સુકી ભાજી ને થોડો વિદેશી ટચ આપીને મેં ફ્યુઝન ટાકોઝ તૈયાર કર્યા છે...

સ્પાઈસી કસાટા (spicy casata recipe in gujarati)

#રોટીસ

લાંબી સફર ના સાથી....થેપલા અને બટાકાની સુકી ભાજી....
થેપલા અને બટાકાની સુકી ભાજી ને થોડો વિદેશી ટચ આપીને મેં ફ્યુઝન ટાકોઝ તૈયાર કર્યા છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થેપલા નો લોટ :
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 1/2 કપમકાઈનો લોટ
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીમીઠું
  8. 1 ચમચીઅજમો
  9. મોંણ માટે તેલ
  10. પાણી
  11. સુકી ભાજી ના સ્ટફિંગ માટેઃ
  12. 3 ચમચીતેલ
  13. 250 ગ્રામસમારેલા બાફેલા બટાકા
  14. 1/4 કપઝીણા સમારેલા કેપ્સીકમ
  15. 1/4 કપઝીણા સમારેલા કાંદા
  16. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  17. 1 ચમચીલાલ મરચું પાવડર
  18. 1/2 ચમચીહળદર
  19. 1/2 ચમચીશેકેલું જીરૂ પાવડર
  20. 1 ચમચીમીઠું
  21. 1/2 ચમચીગરમ મસાલો
  22. 1/2 ચમચીલીંબુ
  23. 1/2 કપબાફેલા રાજમા
  24. 1 ચમચીચીલી ફ્લેક્સ
  25. 1/2 ચમચીઓરેગાનો
  26. 1/2 ચમચીપીઝા સીઝનીંગ
  27. 2 ચમચીટોમેટો કેચપ
  28. 1 કપછીણેલુ ચીઝ
  29. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં અજમો, મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર અને તેલ નાખીને લોટ બાંધો. તેને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દો.

  2. 2

    દસ મિનિટ પછી લોટ માંથી મોટી રોટલી વણીને નાની વાટકી ની મદદથી એક સરખી ગોળ પૂરી કાપી લો.

  3. 3

    આ પૂરીને રોટલી તવી પર થોડી કાચી-પાકી શેકીને તેને થોડીવાર ખુલ્લી મુકી રાખો. હવે એક વાસણમાં તેલ ગરમ મુકી ટાકોઝના શેપમાં પૂરીને તળીલો.

  4. 4

    એક પેનમાં તેલ મુકી તેમાં આદુંમરચાની પેસ્ટ, કાંદા અને કેપ્સિકમ નાખીને સાંતળી લો.પછી તેમાં બટેટા તથા બાકીની બધી જ સામગ્રી એક પછી એક નાખીને મિક્સ કરો.

  5. 5

    બટાકાની આ ભાજીને તૈયાર કરેલા ટાકોઝના શેલમાં પૂરો અને ઉપરથી થોડું છીણેલું ચીઝ અને કોથમીર નાખીને તેને salsa dip અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes