કઢી ખીચડી અને ભાજી(kadhi khichdi recipe in gujarati) ના

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક,# સાતમ

કઢી ખીચડી અને ભાજી(kadhi khichdi recipe in gujarati) ના

#માઇઇબુક,# સાતમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૨  વ્યક્તિ માટે
  1. ખીચડી બનાવવા માટે
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૨ કપચોખા
  4. ૧ નાની વાડકીમગની દાળ
  5. જરૂરિયાત મુજબ મીઠું
  6. પાણી
  7. ૨ ચમચીઘી
  8. કઢી બનાવવા માટે
  9. ૩ ચમચીચણાનો લોટ
  10. ૧ કપખાટુ દહીં
  11. ૨ ચમચીઘી
  12. પાંચ-છ કડી પત્તા
  13. ૧ ચમચીજીરુ
  14. જરૂરિયાત મુજબ મીઠું
  15. ૨ નંગલીલા મરચા લીલા
  16. ૨ નંગલસણ
  17. ૨ ચમચીકોથમીર
  18. જરૂરિયાત મુજબ પાણી
  19. ૧ ચમચીસાકર
  20. નાનો ટુકડો લીલું નાળિયેર
  21. તાંદળજાની ભાજી બનાવવા માટે
  22. મોટુ બાઉલ ભાજી
  23. ૨ નંગલીલા મરચા
  24. ૧ નંગલસણ
  25. જરૂરિયાત મુજબ મીઠું
  26. ૧ નંગડુંગળી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીચડી બનાવવા માટે ચોખા અને દાળને બે-ત્રણ પાણી વડે ધોની કાઢવા અને પાંચ મિનિટ સુધી પલળવા દેવા.

  2. 2

    ત્યારબાદ એક કૂકરમાં ઘી નાખી ઘી ગરમ થઈ જાય ત્યારબાદ દાળ અને ચોખાને નાખીને જરૂરિયાત મુજબ મીઠું,હળદર અને જરૂરિયાત મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લેવું અને બે સીટી વાગે ત્યાં સુધી થવા દેવું.

  3. 3

    બે સીટી થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી અને કુકર ઠંડું થવા દેવું કૂકર ઠંડું થઈ જાય ત્યારબાદ ખીચડી ને ડીશમાં કાઢી લેવી ‌

  4. 4

    હવે તાંદળજાની ભાજી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેલમાં ડુંગળી અને ઝીણા કાપેલા મરચાં, હળદર અને ઝીણું કાપેલું લસણ નાખીને બે મિનિટ સુધી સાંતળી લેવું અને ત્યારબાદ ઝીણી કાપેલી ભાજીને ધોઇને કડાઈમાં નાખી દેવી અને જરૂરિયાત મુજબ મીઠું નાખીને ભાજીને ઢાંકીને થવા દેવી ભાજી પાંચથી છ મિનિટમાં તૈયાર થઈ જાય છે. હવે 5 થી 6 મિનિટ પછી ભાજીને ખોલીને જોઈ લેવી ભાજી તૈયાર હશે.

  5. 5

    સૌપ્રથમ કઢીનો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીરને ધોઈ લેવી અને નાખવી અને એમાં લીલા મરચાં, લસણ, લીલું નાળિયેર, જીરુ અને થોડું પાણી નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું આપણો કઢીનો મસાલો તૈયાર છે.

  6. 6

    ત્યારબાદ કઢી બનાવવા માટે એક મોટા વાસણમાં દહીં લઇ દહીંની છાશ બનાવી લેવી હવે છાશમાં કઢી નો બનાવેલો મસાલો, ચણાનો લોટ મીઠું આ બધું નાખીને બરાબર મિક્સ કરી લેવું.

  7. 7

    અને હવે એક ઊંડી તપેલીમાં ઘી નાખવું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ જીરું નાંખવું જીરું તતડી જાય ત્યારબાદ એમાં કડી પત્તા નાખવા અને હવે છાસ ને નાખી દેવી અને હવે એક ચમચી સાકર નાખવી અને હવે કઢી ને ધીમા તાપે ઉકળવા દેવી. અને એમાં કોથમીર નાંખવી.

  8. 8

    હવે આપણી ખીચડી, કઢી અને તાંદલજા ની ભાજી તૈયાર છે ‌

  9. 9

    આ બધી વસ્તુને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું હવે આપણી ગરમાગરમ કઢી ખીચડી અને ભાજી તૈયાર છે ખાવા માટે ખૂબ જ હલકો ખોરાક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes