રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 150 ગ્રામપનીર
  2. 1 કપબાફેલા નુડલ્સ
  3. 4 મોટી ચમચીકોર્ન ફ્લોર
  4. 2 નાની ચમચીતીખુ લાલ મરચું
  5. 1 નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. 1 નાની ચમચીસોયા સોસ
  7. 1 નાની ચમચીખમણેલું આદુ
  8. 1 નાની ચમચીમરી પાઉડર
  9. 1 નાની ચમચીસંચળ
  10. 1 મોટી ચમચીટોમેટો કેચપ
  11. 3 મોટી ચમચીપાણી
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. તેલ તળવા માટે
  14. સર્વિગ માટે
  15. ચાટ મસાલો
  16. સેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીર થ્રેડ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. હવે એક બાઉલમાં બધા મસાલા, 2 ચમચી કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી થીક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેમાં પનીર એડ કરી બરાબર મિક્સ કરો (પેસ્ટ થીક રાખવી જેથી પનીર પર કોટિંગ બરાબર થાય)

  2. 2

    હવે એક પ્લેટમાં બાફેલા નુડલ્સ અને કોર્ન ફ્લોર લો. ત્યારબાદ કોટિંગ કરેલા પનીરને કોર્ન ફ્લોર માં થોડું રગદોળી તેના પર નુડલ્સ વીટો.

  3. 3

    આ રીતે બધા પનીર પર નુડલ્સ વીટી પનીર થ્રેડ તૈયાર કરો.ત્યારબાદ ગરમ તેલમાં મીડીયમ તાપ પર તળી લો અને પ્લેટ પર કાઢી ગરમ હોય ત્યારે જ ચાટ મસાલો છાંટો.

  4. 4

    તૈયાર થયેલા પનીર થ્રેડ ને સર્વિંગ પ્લેટ મા લઈ સેઝવાન સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes