શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. આ બંને અગલી રાત્રે પાણીમાં પલાળી દેવા ઢોસા ના ખીરા માટે ની તૈયારી
  4. 2 વાટકીતૂવેર ની દાળ સંભાર માટે
  5. 2સરગવાની શીંગ
  6. 2 નંગટામેટા
  7. 2 નંગડુંગળી
  8. 1નાનો ટુકડો દૂધીનો
  9. 50 ગ્રામસંભાર મસાલો ઘરે બનાવેલો
  10. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  11. 1 ચમચીહળદર પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. તેલ જરૂર મુજબ
  14. 1 ચમચીરાઈ
  15. 1/4 ચમચીહિંગ
  16. 1 નાની વાટકીઅડદની દાળ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પલાળેલા દાળ અને ચોખાને પીસી લેવા બીજા દિવસે સવારે સાંજે સરસ આથો આવી જાય છે

  2. 2

    બધા શાક સમારી લેવા

  3. 3

    દાળ ને કૂકરમાં બાફી ને તૈયાર કરી લેવી

  4. 4

    કૂકર ઠંડુ પડે પછી દાળ ને તપેલામાં ઉકાળો અને બધા જ શાક અને મસાલા ઉમેરીને ઉકળવા દો

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ ને સંતળાઈ જાય પછી રાઈ લીમડો સૂકૂ મરચું અને હીંગ નાખી ને વઘાર કરી સંભાર માં રેડી દો

  6. 6

    એકદમ ઉકાળો એટલે ઘટ થઈ જશે

  7. 7

    તો હવે સંભાર રેડી થઈ ગયો છે તો બીજી બાજુ ઢોસા ઉતારી લઈએ

  8. 8

    ઢોસો પાથરી ને ઉપર ભાજી તૈયાર કરી છે તે પાથરીને ગરમાગરમ ઉતારી ને સંભાર ચટણી સાથે સર્વ કરો

  9. 9

    તો મિત્રો દાળ અને ચોખાની આ વાનગી ઢોસા સંભાર રેડી છે ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes