રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
2 લોકો
  1. કણક માટે
  2. 250 ગ્રામમેંદો
  3. 1/4 કપ (60 ગ્રામ)- ઘી/તેલ
  4. 1/2 ટીસ્પૂન(સ્વાદ મુજબ) - મીઠું
  5. 1/2 ટીસ્પૂનઅજમો -
  6. સ્ટફિંગ માટે
  7. 400 ગ્રામ- બટાકા(4 મધ્યમ કદના બટાકા) (બાફેલ)
  8. 1/4 કપ- લીલા વટાણા (જો તમે ઇચ્છો તો)
  9. 2-3લીલા મરચા અને આદુ - 1 ઇંચ અધકચરાં વાટેલ
  10. 3-4કળી લસણ (ઈચ્છો તો)
  11. 1/4 ચમચીગરમ મસાલા -
  12. 1 ચમચીધાણા આખા -
  13. 1 ચમચીજીરું -
  14. 1 ચમચીવરીયાળી / પાઉડર -
  15. 1/2 ચમચીઆમચૂર પાઉડર -
  16. મીઠું સ્વાદાનુસાર
  17. 2 ચમચીકોથમીર -
  18. તેલ તળવા માટે
  19. ચાટ માટે
  20. આંબલી ખજૂર ની ચટણી
  21. લીલી ચટણી
  22. લસણની લાલ ચટણી
  23. દહીં
  24. ડુંગળી સમારેલી
  25. રગડો
  26. સેવ/ કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    મેંદામાં ઘી, મીઠું અને અજમો નાંખો, બરાબર મિક્સ કરો. નવશેકું પાણી ની મદદ થી થોડુંક કઠણ લોટ નાંખો. કણકને ઢાંકી ને 20 મિનિટ સુધી રાખી દો.

  2. 2

    સૌ પ્રથમ આખા ધાણા, જીરું, વરીયાળી (આખી) કડાઇમાં લઇ શેકી લો. તેને ખરલમાં વાટી લો. હવે કડાઇમાં થોડું તેલ લઇ એમાં આ મસાલો નાખી આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો. ત્યારબાદ હાથેથી મેસ કરેલા બટેટા, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરો. થોડીવાર ઠંડુ કરવા મુકો.

  3. 3

    આંબલી ખજૂર ની ચટણી માટે : જરૂર મુજબ ઠળિયા કાઢી આંબલી અને ખજૂર ને 10 મિનિટ પલાળી બાફી લો. ત્યારબાદ હાથ બ્લેન્ડરથી મિક્સ કરી ગાળી લેવું. તેમાં સ્વાદ મુજબ ગોળ મીઠું ઉમેરી થોડી વાર ઉકાળવું. તૈયાર છે આંબલી ની મીઠી ચટણી.

  4. 4

    હવે કણકમાંથી 7-8 સમાન બોલ બનાવી એક બોલમાંથી થોડી મોટી અને સહેજ જાડી પૂરી તૈયાર કરો. છરીની મદદથી પુરીને બે સમાન ભાગોમાં કાપો અને ત્રિકોણ બનાવી એમાં આલુ સ્ટફિંગ ભરી પાણીથી ચિપકાવી દેવું.

  5. 5

    સમોસાને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો.સમોસાને ગરમ તેલમાં નાંખો અને બ્રાઉન થાય ત્યાં સુધી તળો, સમોસા તળતી વખતે ગેસની ફ્લેમ મધ્યમ રાખવી. સમોસા તળી પેપર નેપકીન પર પ્લેટમાં લો. આ રીતે બધા સમોસાને ફ્રાય કરો.

  6. 6

    આ પંજાબી સમોસાને આંબલી ની ચટણી, લાલ ચટણી, લીલી ચટણી અને દહીં ઘોળવા સાથે સર્વ કરો.

  7. 7

    ચાટ માટે સમોસા ને હાથેથી ટુકડા કરી એના પર રગડો,બધી ચટણીઓ, દહીં (મીઠું અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરેલ), સમારેલી ડુંગળી, સેવ અને કોથમીર ઉમેરી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr Urvi
Dr Urvi @cook_26191974
પર

ટિપ્પણીઓ

Similar Recipes