વઘારેલા મેથીયા કેપ્સીકમ (Vagharela Methiya Capsicum Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#સાઇડ
આ સૂકી મેથી અને કેપ્સીકમ ના ફાયદા અનેક છે. અને આ વઘારેલા કેપ્સીકમ ૪-૫ દિવસ ફ્રીઝ માં રાખી શકાય છે.તો આ દાળ ભાત ખીચડી સાથે ટેસ્ટી લાગે છે.

વઘારેલા મેથીયા કેપ્સીકમ (Vagharela Methiya Capsicum Recipe In Gujarati)

#સાઇડ
આ સૂકી મેથી અને કેપ્સીકમ ના ફાયદા અનેક છે. અને આ વઘારેલા કેપ્સીકમ ૪-૫ દિવસ ફ્રીઝ માં રાખી શકાય છે.તો આ દાળ ભાત ખીચડી સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ મોટું કેપ્સીકમ
  2. ૧૦-૧૨ દાણા સૂકી મેથી
  3. ૧/૨ ચમચી રાઈ
  4. ૧ ચમચી તેલ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીધાણાજીરૂ
  7. મીઠું
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેપ્સીકમ ને ધોઈ ને કોરુ કરી લો.ત્યારબાદ તેના નાના ટુકડા કરી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.જરા થાય એટલે મેથી એડ કરી દો.ત્યારબાદ તે જરા ગુલાબી થવા દો.

  3. 3

    પછી તરતજ રાઇ જીરું અને હિંગ નાખી દો.અને કેપ્સીકમ નાખી હલાવી લો પછી હળદર મીઠું નાખી જરા વાર હલાવી ઉતારી લો.બહુ ચડાવા ના નથી કાચા પાકા જ રાખવા ના છે.

  4. 4

    ત્યારબાદ ધાણાજીરૂ મિક્સ કરી દો.આ ત્યાર છે મેથીયાં કેપ્સીકમ. આ શાક રોટલા પરોઠા થેપલા ઢેબરા બધા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.મેથી થી વઘારેલા હોવાથી પેટ માટે પણ સારા.તો આ સાઇડ રેસીપી ટ્રાય કરજો મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes