પાલક કાજુ કરી વિથ પાલક બોલ્સ (Palak Kaju Curry With Palak Balls Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

પાલક કાજુ કરી વિથ પાલક બોલ્સ (Palak Kaju Curry With Palak Balls Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામપાલક
  2. 4કળી લસણ
  3. 4કટકા આદુ
  4. 1 નંગલીલું મરચું
  5. જરૂર મુજબ કાજુ ના કટકા
  6. 2 નંગબટાકા નો માવો
  7. 1 ચમચો ચણા નો લોટ
  8. 1 ચમચો કોર્ન ફ્લોર
  9. જરૂર મુજબ તળવા માટે તેલ
  10. ચપટીજીરું
  11. 1તમાલ પત્ર
  12. 2ઇલાયચી
  13. ચપટીવરિયાળી
  14. ચપટીકસૂરી મેથી
  15. સ્વાદાનુસાર મીઠું
  16. 1 ચમચીલાલ મરચું
  17. 1/2 ચમચીહળદર
  18. 1 ચમચીધાણા જીરુ
  19. 1 ચમચીગરમ મસાલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલક કાજુ બોલ્સ માટે:

  2. 2

    સૌ પ્રથમ 2 ચમચી તેલ મૂકી તેમાં આદુ,લસણ,મરચું,અને પાલક ઉમેરી સાંતળો. ત્યારબાદ મિક્ષી માં પીસી ને ગ્રેવી બનાવી લેવી.

  3. 3

    હવે 1 બાઉલ માં બાફેલા બટાકા નો માવો, પાલક ની ગ્રેવી, કાજુ ના કટકા, ચણા નો લોટ, સ્વાદાનુસાર મીઠું, અને ગરમ મસાલા નાખી ને મિક્સ કરી લો.

  4. 4

    હવે મિશ્રણ માંથી નાની સાઈઝ ના બોલ્સ બનાવી ને કોર્ન ફ્લોર માં લપેટી ને ગરમ તેલ માં તળી લેવા.

  5. 5

    પાલક કાજુ કરી માટે:

  6. 6

    સૌ પ્રથમ 100 ગ્રામ પાલક ને બાફી ને મિક્સર માં તેની ગ્રેવી કરી લેવી.

  7. 7

    હવે 1 મોટા બાઉલ મા તેલ મૂકી તેમાં જીરુ, વરિયાળી, કસૂરી મેથી, ઇલાયચી, તમાલ પત્ર, તથા આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ, તેમાં ડુંગળી ની પેસ્ટ, ટામેટા ની પ્યુરી, કાજુ ની પેસ્ટ, અને પાલક ની ગ્રેવી ઉમેરી ને સાંતળવું

  8. 8

    ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું ઉમેરી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સંતાડવા દેવું.

  9. 9

    હવે તેમાં પેહલા બનાવેલ પાલક કાજુ બોલ્સ ઉમેરી ને તેમાં ફરી થી ગરમ મસાલા ભભરાવવો. થોડી જ વાર માં ગરમા ગરમ 'પાલક કાજુ કરી વિથ પાલક બોલ્સ' રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરવા તૈયાર છે!

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes