રોસ્ટેડ મખાના(Roasted makhana recipe in Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મખાના
  2. 2 ચમચીશેકેલા સીંગદાણા
  3. 2 ચમચીદાળીયા
  4. 2લીલા મરચાં ઉભા સમારેલા
  5. 5-6મીઠા લીમડાનાં પાન
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1/2 ચમચીફુદીના પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2-3 ચમચીતેલ
  12. 1/2 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મખના ને કિસ્પી થાય ત્યા સુધી રોસ્ટ કરી લેવું. રોસ્ટ થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું.હવે પેનમાં તેલ ગરમ કરવા મુકવું.

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને હળદર નાખી તેમાં સીંગદાણા અને દાળીયા ને સાંતડી લેવું. હવે તેમાં સમારેલા મરચાં અને મીઠા લીમડાનાં પાન ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલા મખાના ઉમેરી મિક્સ કરવું.હવે તેમાં ચાટ મસાલો,મરી પાઉડર અને ફુદીના પાઉડર, મીઠુ નાંખી મિક્સ કરવું.

  4. 4

    ગરમ ગરમ રોસ્ટેડ મખાના ને બાઉલમાં કાઢી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes