હાંડવો(Handvo Recipe in Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.
#GA4
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 1/2 કલાક
4 સર્વિંગ્સ
  1. 3 વાટકીચોખા
  2. 2 વાટકીચણા ની દાળ
  3. 1 વાટકીતુવેરની દાળ
  4. 1 વાટકીદહીં
  5. 1 ટુકડોદૂધી
  6. વઘાર માટે તેલ, રાઈ, આખી મેથી, અજમો
  7. તલ
  8. 2 ટી સ્પૂનમરચું પાઉડર
  9. 2 ટી સ્પૂનહળદર પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 4 ટેબલ સ્પૂનખાંડ
  12. તેલ હાંડવા પર લેયર કરવા માટે

રાંધવાની સૂચનાઓ

1 1/2 કલાક
  1. 1

    ચોખા અને ચણા ની દાળ અને તુવેર ની દાળ ને ભેગા કરી 5થી 6કલાક માટે પલાળો. ત્યારબાદ મિક્સર જાર માં 2 ચમચા દહીં ઉમેરી વાટી લો.

  2. 2

    મિશ્રણ ને ઢાંકીને હુંફાળી જગ્યા પર સાત થી આઠ કલાક રાખો અને આથો આવવા દો.

  3. 3

    હવે મિશ્રણ માં બધો મસાલો ઉમેરો. દૂધી ને છીણી ને ઉમેરો. વઘાર તૈયાર કરો અને ખાંડ પણ ઉમેરો.

  4. 4

    હવે એક વાસણ ને તેલ લગાવી ગ્રીસ કરી થોડા લોટ થી ડસ્ટીંગ કરી લો. તૈયાર મિશ્રણ માં થોડું એનો ઉમેરી હલાવો અને ગ્રીસ કરેલા વાસણ માં kadhi લો. ઉપર તલ છાંટી તેલ નું લેયર કરો.

  5. 5

    ઓવન ને 180c પર પ્રિ હીટ કરો. કન્વેકશન મોડ પર 180c પર 70 મિનિટ માટે બૅક કરી લો. તો રેડી છે ટેસ્ટી હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes