વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

#GA4 #Week5
વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે.

વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

#GA4 #Week5
વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપવર્મીસેલી
  2. 1ડુંગળી
  3. 1ગાજર
  4. 1/2કેપ્સીકમ
  5. 1/2 કપસીંગ દાળીયા
  6. 1લીલી ડુંગળી
  7. 2લીલી મરચી
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનરાઇ
  10. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  11. 2 ટેબલસ્પૂનલીંબુનો રસ
  12. 2 ટેબલસ્પૂનતેલ
  13. સ્વાદાનુસાર મીઠું
  14. જરૂર મુજબ કોથમીર સમારેલી
  15. 1પેકેટ મેગી મેજીક મસાલો (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે તે પછી તેમાં વર્મીસેલી બાફી લ્યો. ગાજર, ડુંગળી અને કેપ્સીકમ ની જુલીયન્સ (લાંબી સમારવી) લ્યો.

  2. 2

    એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો. તેમાં રાઇ ઉમેરો. રાઇ કકડે એટલે તેમાં ડુંગળી, ગાજર, મરચી, કેપ્સીકમ અને લીલી ડુંગળી સાંતડી લ્યો. હવે તેમાં સીંગ દાળીયા ઉમેરો.

  3. 3

    હળદર અને સ્વાદ અનુસાર મીઠું કરો. થોડું પાણી (બહુ ના ઉમેરવું) નાંખી ગાજર ચડી ના જાય ત્યા સુધી પકાવવું.

  4. 4

    હવે તેમાં બાફેલી વર્મીસેલી ઉમેરો. મીશ્રણ સાથે બરાબર મીક્ષ્સ કરી લ્યો. લીંબુ નો રસ નાખો. આ સમયે મેગી મેજીક મસાલો ઉમેરી શકો છો.

  5. 5

    વર્મીસેલી ઉપમા ને બાઉલમાં કાઢી, કોથમીર અને લીલી ડુંગળી થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

Similar Recipes