ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week7
#Oats
#Breakfast
ઓટ્સ માંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીંયા થેપલા બનાવ્યા છે.થેપલા એવું નથી કે માત્ર ગુજરાતી ની જ પસંદ છે દરેક જગ્યાએ તેને પસંદ પડે છે. તેને ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી બનાવ્યાં છે.જે વજન ઘટાડવા માટે અને હાર્ટ પેશન્ટ માટે ખૂબજ સારા તથા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.

ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week7
#Oats
#Breakfast
ઓટ્સ માંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીંયા થેપલા બનાવ્યા છે.થેપલા એવું નથી કે માત્ર ગુજરાતી ની જ પસંદ છે દરેક જગ્યાએ તેને પસંદ પડે છે. તેને ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી બનાવ્યાં છે.જે વજન ઘટાડવા માટે અને હાર્ટ પેશન્ટ માટે ખૂબજ સારા તથા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીઓટ્સ
  2. 3 ચમચીમેથી ભાજી
  3. 1 નાની ચમચીહળદર
  4. 1 નાની ચમચીલાલ મરચું
  5. સ્વાદાનુસાર સીંધવ મીઠું
  6. 1 ચમચીમોણ માટે કોલ્ડ પ્રેસ તેલ
  7. 1 નાની ચમચી અજમો
  8. 1 નાની ચમચી તલ
  9. 3 ચમચીશેકવા માટે તેલ/ ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓટ્સ લઈ..ગ્રાઈન્ડર માં બારીક લોટ જેવું પીસી લો. અટામણ માટે તેમાં થી 3 થી 4 ચમચી લોટ અલગ કાઢી લો. જેથી અટામણ માટે ઘઉં નો લોટ વાપરવો ન પડે.

  2. 2

    1/2વાટકી જેટલું પાણી ગરમ કરવા મૂકો. લોટ ની અંદર સીંધવ મીઠું,હળદર,મેથી ની ભાજી,મરચું,તેલ,તલ,હાથેળી માં અજમો ક્રશ ને ઉમેરો.તેમાં નવશેકું પાણી ઉમેરી...

  3. 3

    લોટ બાંધવો.ઢાંકી ને 10 મિનિટ માટે રાખો... મસળી ને લુઆ બનાવી લો..બે પ્લાસ્ટિક વચ્ચે અટામણ લઈ લુઆ મૂકો.

  4. 4

    હળવાં હાથે વણવું.પ્લાસ્ટિક ની મદદ થી તવા પર મૂકો નહીંતર ટૂટી જશે. બંને બાજુ ગુલાબી કલર ના ઘી અથવા તેલ લગાવીને શેકી લો.

  5. 5

    આ રીતે બધા શેકી લો.તેને દહીં, ગોળ કેરી, આંબાહળદર,મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes