દમ અળવી(અરબી)(Dam arbi recipe in gujarati)

અળવી બારેમાસ થતી વનસ્પતિ છે,પણ ઉનાળા અને ચોમાસા દરમ્યાન વધારે ઉગે છે. જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ અને પાંદડાં બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.
અરબીમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેમ કે ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, સી, કેલ્શિયમ અને આયર્ન. આ સિવાય તેમાં પુષ્કળ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ છે.
અરબી સામાન્ય આહાર સાથે સાથે ઉપવાસમાં
માં પણ લઈ શકાય છે તો ચાલો આજે આપણે બનાવી દમ અરબી નું શાક.
દમ અળવી(અરબી)(Dam arbi recipe in gujarati)
અળવી બારેમાસ થતી વનસ્પતિ છે,પણ ઉનાળા અને ચોમાસા દરમ્યાન વધારે ઉગે છે. જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ અને પાંદડાં બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.
અરબીમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેમ કે ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, સી, કેલ્શિયમ અને આયર્ન. આ સિવાય તેમાં પુષ્કળ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ છે.
અરબી સામાન્ય આહાર સાથે સાથે ઉપવાસમાં
માં પણ લઈ શકાય છે તો ચાલો આજે આપણે બનાવી દમ અરબી નું શાક.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અરવીની ગાંઠ પાણીથી સાફ કરી, છાલ ઉતારી નાંખો,કાંટા વાળી ચમચી થી હોલ કરી અધકચરા બાફી લો. તેલ મૂકી શેલો ફ્રાય કરી લો (તેને ફ્રાય પણ કરી શકાય છે)
- 2
સીંગદાણા, વરીયાળી, આખા ધાણા, કાજુ,તલ,જીરું, મગજતરી ના બી, લવિંગ, મરી અને એલચો ને એક ચમચી ઘી મૂકી અને શેકી લો, ઠંડુ થાય ત્યારબાદ મિક્ષર માં ક્રશ કરી પાઉડર બનાવો.
- 3
એક કડાઈમાં ઘી અને તેલ મૂકી તેમાં જીરું,આખું લાલ મરચું,તમાલપત્ર, આદુ અને લસણની પેસ્ટ નો વઘાર કરો. ત્યારબાદ તેમાં ડુંગળીને સાંતળો. ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં બનાવેલો મસાલો નાંખી, મસાલાને સુગંધ આવે ત્યાં સુધી ધીમા ગેસ પર શેકો. ત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી નાખો.
- 4
આ બધું સરસ રીતે મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું પાઉડર, અને મીઠું નાખી મિક્સ કરો. તેલ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવતા રહો. તેલ છૂટું પડે ત્યારે બાદ તેમાં મોળું દહીં નાખી મિક્સ કરો. પછી તેમાં અરવી ઉમેરો.
- 5
તો તૈયાર છે દમ અરવી ની સબ્જી જે પરાઠા રોટલી, કે નાન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
અળવી મસાલા (Arbi Masala Recipe In Gujarati)
#FDS#cookoadgujarati#cookpadindia દેખાવમાં બટાકા જેવી દેખાતી અળવી એક પ્રકારનું કંદ છે. અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી. પરંતુ જો તેનો ઉપયોગ કરી આ રીતે ટેસ્ટી શાક બનાવશો તો તેને લોકો આંગળા ચાટી ચાટી અને ખાશે એવું આ સ્વાદિસ્ટ શાક છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Daxa Parmar -
અળવી મસાલા (Arbi masala recipe in Gujarati)
અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી પરંતુ એને જો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બની શકે છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#MVF#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
અરબી ફ્રાય(Arbi Fry Recipe in Gujarati)
#GA4 #week11 #arabiઅળવી ની ગાંઠ નો ઉપયોગ કરીને આ વાનગી બનાવવામાં આવી છે. જેને તમે નાસતા માં કે સાઇડ ડીશ તરીકે લઈ શકો છો. તેને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી શકાય છે. મેં શેલો ફ્રાય કરીને બનાવી છે પણ ડીપ ફ્રાય પણ કરી શકાય છે. Bijal Thaker -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
અળવી મસાલા સબ્જી (Arbi Masala Sabji Recipe In Gujarati)
અળવી એક જમીનમાં થતું કંદમૂળ છે જેની નાની નાની ગાંઠ જમીનમાંથી કાઢીને વપરાશમાં લેવાય છે.તેના પર પુષ્કળ પ્રમાણમાં માટી હોય છે એટલે સારી રીતે ધોઈને વાપરવું પડે છે. અને આ ચીકાશ પડતું કંદમૂળ હોવાથી વધારે ઉપયોગમાં લેવાતું નથી પરંતુ સાંધા ના તેમજ હાડકાના દુઃખાવા માટે ની અકસીર દવા છે આ કંદમૂળ ના નિયમિત સેવન થી આ બધા દુઃખાવા માં રાહત મળે છે...આ શાક ને બોઈલ કરી, વધારીને બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#Week6આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપીને મેં થોડી ઇનોવેટ કરીને માઉથ વોટરીંગ અને હેલ્ધી બનાવી છે. Nutan Shah -
દમ આલુ(dum Aalu recipe in gujarati)
ટ્રેડિંગ વાનગી :-- આજે મેં દમ આલુ ની સબ્જી બનાવી,એમાં મેં લસણ ડુંગળી વગર ના જૈન દમ આલુ બનાવ્યાં,ખૂબ સરસ બન્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
-
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી ને rich ગ્રેવી કહી શકાય આ એકલી ગ્રેવીમાં થી પણ પંજાબી શાક બનાવી શકાય છે અથવા તો તેને રેડ ગ્રેવી સાથે મિક્સ કરીને પણ વિવિધ પંજાબી સબ્જી બનાવી શકાય છે થેંક્યુ સંગીતા ji આ ગ્રેવી શીખવાડવા માટે Sonal Karia -
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki -
-
મિક્સ વેજ ખીચડો (Mix Veg Khichdo Recipe In Gujarati)
#LCM2વિટામિન અને પ્રોટીન થિ ભરપૂર આ ખીચડો એક દમ હેલ્થી ઓપ્શન છે વન પોટ મિલ પણ કઈ સકાય.Madhvi jogia
-
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ બેઝિક વ્હાઈટ ગ્રેવી છે જે માંથી સફેદ ગ્રેવી વાળી પંજાબી સબઝી જેમ કે ખોયા કાજુ, મેથી મટર મલાઈ કોફ્તા જેવી સબઝી બનાવી શકીએ. આ રૅસિપી મેં સંગીતા મેમ સાથે ઝૂમ મિટિંગ માં શીખી... jigna shah -
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે#EB#week8#cookpadindia#cookpad_gu Khushboo Vora -
વ્હાઇટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
#Weekend recipe#cookpadindia#cookpadgujaratiZoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર... Bhumi Parikh -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
ધાણા પંજરી
#SFR#SJR#RB19#week19#Janmashtami_Special#cookpadgujarati શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને ભોગ ચઢાવવા માટે અનેક પ્રકારના પ્રસાદ બનાવવામાં આવે છે. તેમાંથી એક છે ધાણાની પંજરી. કાનાને માખણ તો ભાવે છે સાથે તેને પંજરી પણ તેટલી જ પ્રિય માનવામાં આવે છે. એટલા માટે જ કૃષ્ણજન્મ બાદ પ્રસાદમાં પંજરી આપવામાં આવે છે. જેને જન્માષ્ટમીના દિવસે બધા લોકો ખાવાનું પસંદ કરે છે. આ ધાણા ની પંજરી રામનવમી ના દિવસે પણ રામ ભગવાન ને પ્રસાદ માં ભોગ ધરાવવામાં આવે છે. ધાણાની પંજરી બનાવવી એકદમ સરળ છે. અને તેમાં સમય પણ ઓછો લાગે છે. તમે સરળતાથી તેને ઘરે બનાવી શકો છો. 🙏 Happy Janmashtami 🙏 Daxa Parmar -
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
પંજાબી રેડ ગ્રેવી જૈન (Punjabi Red Gravy Jain Recipe In Gujarati
#GA4#Week1આ એક એવી ગ્રેવી છે જેમાંથી આપડે પંજાબી સબ્જી બનાવી શકીએ છીએ . જો ગ્રેવી બનાવેલી હોય તો ફટાફટ સબ્જી બનાવી સકાય. આ ગ્રેવી ને સ્ટોર પણ કરી શકાય છે.ગ્રેવી ને 15 દિવસ કે મહિના સુધી ડીપ ફ્રિજ માં સ્ટોર કરી સકાય છે. chandani morbiya -
ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે અને હોળી આવી રહી છે.તો મેં આજે ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#Week8#cooksnapchallenge#ડિનર_રેસિપીસ વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની પરંપરાગત મરાઠી વેજીટેબલ કરી છે.... જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મહારાષ્ટ્ર માં જ નહીં પરંતુ આખા ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. તમને હંમેશા આ શાક લગભગ બધા ઉત્તર ભારતીય રેસ્ટોરન્ટ ના મેનૂમાં જરૂરથી જોવા મળશે. કોલ્હાપુર શહેર તીખા લાલ મરચાંની ખેતી માટે પ્રસિદ્ધ છે અને તેથી આ શાક નું નામ વેજ કોલ્હાપુરી છે.... આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (16)