સ્મોકી રજવાડી ખીચડી (Smoky Rajwadi Khichdi Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
ચાર લોકો માટે
  1. 1-1/2 કપ ભેળવેલીખીચડી
  2. 2 મોટી ચમચીઘી
  3. 2 ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈ
  5. 1 ચમચીજીરૂ
  6. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ-મરચા-લસણ
  7. 1 મોટી ચમચીસમારેલા ગાજર
  8. 1નાનું સમારેલુ બટેકુ
  9. 1સમારેલી ડુંગળી
  10. 1નાનું સમારેલું કેપ્સીકમ
  11. 1 મોટી ચમચીસમારેલી દૂધી
  12. ૨ ચમચીલીલા વટાણા
  13. ૨ ચમચીલીલી તુવેરના દાણા
  14. ૨ ચમચીલીલા ચણા
  15. 1 મોટી ચમચીબિરયાની મસાલો
  16. 1 ચમચીસમારેલી કોબીજ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 2 ચમચીલાલ મરચું પાઉડર
  19. ચમચીહળદર
  20. ચપટીહિંગ
  21. 1 ચમચીધાણાજીરૂ
  22. પાંચથી છ કપ પાણી
  23. કોલસો
  24. ઘી
  25. 1 ચમચીસમારેલું બીટ
  26. 1 સમારેલુ ટામેટું
  27. લીમડાના પાન
  28. 2સુકા લાલ મરચા
  29. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીચડી ને ધોઈને 1/2કલાક પલાળી રાખવી

  2. 2

    હવે કુકરમાં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તમાલપત્ર અને સૂકા લાલ મરચાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી

  3. 3

    પછી તેમાં સમારેલા મિક્સ વેજીટેબલ નાખી મિક્સ કરી બે મિનિટ સાંતળી પલાળેલી ખીચડી નાખવી

  4. 4

    ખીચડી અને વેજીટેબલ ને બરાબર મિક્સ કરવું

  5. 5

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ બિરયાની મસાલો નાખી મિક્સ કરવું

  6. 6

    પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી મિક્સ કરવું (મારા ઘરે બધાને ઢીલીખીચડી ભાવે છે એટલે હું પાણી વધારે નાખું છું તમારા ઘરે જ છૂટી ખવાતી હોય તો તમે દોઢ ખીચડી લીધી હોય તો ૩થી ૪ કપ પાણી નાખવું)

  7. 7

    પછી કુકર બંધ કરી એક સીટી વાગે ત્યાં સુધી hi to medium flame પર એસ રાખવો પછી ગેસ ને એકદમ સ્લો કરી દેવો ચારથી પાંચ સીટી વગાડવી કૂકર ઠંડું થાય એટલે ખોલવું

  8. 8

    કોલસાને પહેલેથી ગરમ કરી લેવો પછી કુકર ની અંદર ડીશ મૂકી તેની પર ગરમ કરેલો કોલ સો મૂકી તેની પર ઘી રેડી ઉપરનું ઢાંકણું તરત જ બંધ કરી દેવું બેથી પાંચ મિનીટ રાખવું રાખો

  9. 9

    બસ પછી વધાર્યા માં ઘીગરમ કરી તેની અંદર લાલ મરચું ઉમેરી ખીચડી ઉપર રેડી દેવું

  10. 10

    તો તૈયાર છે આપણીસ્મોકી રજવાડી ખીચડી તો મિત્રો આવી પર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બની હતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes