મીક્સ વેજ સીઝલર (Mix Veg Sizzler Recipe In Gujarati)

Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
શેર કરો

ઘટકો

2 કલાક
4/5 વ્યકિત
  1. 1બાઉલ પાસ્તા
  2. 1બાઉલચોખા
  3. 1બાઉલબાફેલા બટાકા ટીક્કી માટે
  4. 1બાઉલ બટાકા ચિપ્સ માટે
  5. ૧ નંગલાલ /પીળા/ લીલા કેપ્સીકમ
  6. ૪ નંગડુંગળી
  7. ૧ નંગગાજર
  8. 2 ટેબલસ્પૂનલીલા વટાણા
  9. 50 ગ્રામfonsi
  10. ૫ નંગટામેટાં
  11. સુકુ લસણ 10 થી 15 કળી
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  14. લાલ મરચું પાઉડર
  15. હળદર પાઉડર
  16. 1 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  17. Too good બિરયાની મસાલો
  18. 2 tbspકોર્ન ફ્લોર
  19. 1બાઉલ બ્રેડ ક્રમ્સ
  20. પેરી પેરી ચિપ્સ મસાલો
  21. વઘાર માટે
  22. તેલ બટર
  23. તળવા માટે તેલ
  24. ગાર્નીશિંગ માટે
  25. ચીઝ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ પાસ્તા બનાવવા માટે એક તપેલી માં ગરમ પાણી મૂકી તેમાં મીઠું તથા તેલ ઉમેરીને પાસ્તા ઉમેરી દો પાસ્તા એકદમ ગડીને ચડી જાય ત્યાં સુધી તેને ઉકાળો ત્યારબાદ એક પેનમાં બટર મૂકી ને તેમાં લસણ તથા ડુંગળી ને ચડવા દો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને ટામેટાની ગ્રેવી ઉમેરી દો તેમાં બધા મસાલા એડ કરીને એટલે કે લાલ મરચું, હળદર,મીઠું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,મીક્સ હર્બ્સ ઉમેરીને ગ્રેવીને બરાબર ચડવા દો.

  2. 2

    ગ્રેવી બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરી દો બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે ટેસ્ટી એવા પાસ્તા.

  3. 3

    બિરયાની બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તથા થોડું તેલ મૂકીને તેમાં ચોપ કરેલી ડુંગળી ઉમેરો તે બરાબર બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં લીલા વટાણા અને ગાજર ઉમેરી ને તેમાં બધા મસાલા જેવા કે મીઠું,હળદર પાઉડર,લાલ મરચું પાઉડર તથા too good મસાલો ઉમેરીને બરાબર ચડવા દો.

  4. 4

    ત્યારબાદ તે મસાલા ને રાઇસમાં ઉમેરીને તે બાઉલ ને માઈક્રોવેવ ઓવનમાં 15 મિનિટ માટે બેક કરી લો તો તૈયાર છે ટેસ્ટી બિરયાની.

  5. 5

    સૌપ્રથમ મિક્સ વેજીટેબલ બનાવવા માટે વેજીટેબલ ને જેવા કે રેડ ગ્રીન તથા યલો કેપ્સિકમ તથા ગાજર વટાણા કોણ સી તથા ટામેટા જેવા વેજીટેબલ ને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં બોઈલ કરી લો ત્યારબાદ તેને એક ગળામાં કાઢી લો. ત્યારબાદ એક કડાઈમાં થોડું બટર મૂકીને તેમાં લસણ તથા ડુંગળીને બરાબર ફ્રાય થઈ જાય ત્યારબાદ તેમાં થોડી ટમેટાંની પ્યોરી ઉમેરી લો ત્યારબાદ તેમાં બોઇલ કરેલા બધા વેજિટેબલ ને ઉમેરી તેમાં બધા મસાલા જેવા કે લાલ મરચું પાઉડર,મરી પાઉડર મીઠું,ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીક્સ હર્બ્સ,રેડ ચીલી તથા ગ્રીન ચિલ

  6. 6

    બટાટાની ચિપ્સ બનાવવા માટે બટાટાને ચિપ્સના કટર વડે ચિપ્સ કરીને તેમાં કોર્ન ફ્લોર તથા પેરી પેરી ચિપ્સ મસાલો ઉમેરીને બધું મિક્સ કરી તળી લો તો તૈયાર છે ટેંગી એવી ચિપ્સ.

  7. 7

    ટીક્કી બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટાટાને મેસ કરીને તેમાં લાલ મરચું પાઉડર મીઠું ધાણાભાજી બ્રેડ ક્રમ્સ, કોર્ન ફ્લોર્સ, ચીલી ફ્લેક્સ, મીક્સ હર્બ્સ,ઓરેગાનો, ખમણેલું ગાજર, ચીઝ બધુ ઉમેરીને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેની મોટી ટીકી બનાવીને તેલમાં તળી લો તૈયાર છે ટેસ્ટી સીઝલર ટીક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
પર

Similar Recipes