ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#GA4
#week20
શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે.

ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week20
શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 લોકો માટે
  1. 4 નંગટામેટા
  2. સ્વાદ અનુસારમીઠુ
  3. 1 ચમચીકોર્નફ્લોર
  4. 2-3 ચમચીદળેલી ખાંડ
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. 1/2 ચમચીઘી
  7. ગાર્નીશિંગ માટે :
  8. બ્રેડ ક્રમ્સ / ટોસ્ટ
  9. 1 ટેબલ સ્પૂનઅમુલ ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    4 નંગ ટામેટા લો. તેને કુકર માં બાફવા મુકો.

  2. 2

    કુકર ઠંડુ પડે એટલે એને ખોલો. પછી ટામેટા માંથી તેની છાલ કાઢી લો. તેને એક તપેલી માં કાઢી લો.

  3. 3

    હવે તેને બોસ વડે પીસી લેવું. પછી તેને ગાળી લેવું. પછી તેને ગેસ પર મૂકવું ઉકળવા માટે.

  4. 4

    હવે ટામેટા ના સૂપ માં મીઠુ, દળેલી ખાંડ, મરી પાઉડર નાખો. પછી તેને હલાવો. હવે કોર્નફ્લોર ની સલરી તૈયાર કરી તેને પણ સૂપ માં રેડો. તેને હળવતા રહેવું.

  5. 5

    પછી સૂપ ઉકળે એટલે ગેસ બંધ કરી દો. તેમાં 1/2ચમચી ઘી નાખો. હવે તેને એક બાઉલ માં કાઢો. તેમાં ટોસ્ટ અને ક્રીમ નાખીને સૂપ પીવાની મજા આવે.

  6. 6

    તમારો ગરમા ગરમ સૂપ તૈયાર છે. એને ગરમ જ પીવો.તેને ટોસ્ટ અને ક્રીમ સાથે પીવાની મજા આવે. હવે તેને સર્વિન્ગ બાઉલ માં સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes