હેલ્ધી કીડસ કેક (Healthy Kids Cake Recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#GA4
#week22
#EgglessCake
#cookpadindia
#cookpadguj
#cookpad

સ્પેશિયલ, હેલ્ધી,કીડસ કેકમાં
નહીં મેંદો, નહીં એગ, નહીં ઓવન, નહીં બેંકીંગ પાઉડર.
માત્ર સુજી,ખાંડ, ઓલિવ ઓઈલ, ચોકો પાઉડર.
અને કીડસને ગમે તેવી કલરફૂલ,ડેલીસીયસ કેક!!

હેલ્ધી કીડસ કેક (Healthy Kids Cake Recipe in Gujarati)

#GA4
#week22
#EgglessCake
#cookpadindia
#cookpadguj
#cookpad

સ્પેશિયલ, હેલ્ધી,કીડસ કેકમાં
નહીં મેંદો, નહીં એગ, નહીં ઓવન, નહીં બેંકીંગ પાઉડર.
માત્ર સુજી,ખાંડ, ઓલિવ ઓઈલ, ચોકો પાઉડર.
અને કીડસને ગમે તેવી કલરફૂલ,ડેલીસીયસ કેક!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપસુજી
  2. ૧/૨ કપખાંડ
  3. ૧/૪ કપઓલિવ ઓઈલ
  4. ૧/૪ કપમોળું દહીં
  5. ૧ કપદૂધ
  6. ૧/૪ કપચોકો પાઉડર
  7. ૧ ટીસ્પૂનઈનો
  8. ૩ ટેબલ સ્પૂનચોકો સ્પ્રેડ
  9. ૧ ટેબલ સ્પૂનમેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ
  10. કેક ડેકોરેટિવ સ્પ્રીંકલ્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકરમાં એક પ્લેટ અથવા કાંઠલો મુકી પ્રિ હીટ થવા મુકી દેવું.કુકરના ઢાંકણની રીંગ તથા વ્હીસલ કાઢી લેવા. મીકસર જારમાં સુજી તથા ખાંડ નાખી બારીક પીસી લેવા.ત્યારબાદ તેમાં ઓલિવ ઓઈલ એડ કરો.

  2. 2

    હવે એ જ જારમાં દહીં, દૂધ, ચોકો પાઉડર નાખી દો.

  3. 3

    મીકસરમાં એકદમ સ્મૂધ,ફલોઈંગ કન્સીસ્ટન્સી વાળું બેટર તૈયાર કરો.જો બેટર વધુ ઘટ્ટ લાગે તો જરુરિયાત પ્રમાણે દૂધ એડ કરવું.હવે તેમાં ઈનો તથા તેની ઉપર દૂધના ૨-૩ ડ્રોપ્સ નાખી એક જ ડાયરેકશનમાં મીક્સ કરો.

  4. 4

    કેક ટીનમાં તેલ તથા બટર પેપર લગાવી તેમાં બેટર નાખી ટેપ કરવું.અને પ્રિ હીટ થવા મુકેલ કુકરમાં મૂકીને કુકરનું ઢાંકણ બંધ કરો.

  5. 5

    ૩૦ મિનિટ બાદ ટુથપીકની મદદથી ચેક કરો.સરસ કેક તૈયાર થઈ હશે. ૧૦થી ૧૫ મિનિટ બાદ બીલકુલ ઠંડું પડે એટલે તેને અનમોલ્ડ કરવી.

  6. 6

    હવે ચોકો સ્પ્રેડ માં એક ટેબલ સ્પૂન મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ મીક્સ કરો.કેક ઉપર સ્મૂધલી સ્પ્રેડ કરો.તેની ઉપર બાળકો ને ગમે એવું કલરફૂલ ડેકોરેશન કરો.મેં સીલ્વર ટાઈની બોલ્સ તથા કલરફૂલ સ્ટાર સ્ટીક કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes