બિન બરીટો (Bean Burrito Recipe in Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

બિન બરીટો એક મેક્સિકન વાનગી છે જે ઘણા બધા હેલ્ધી વેજીટેબલસ થી બનેલી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

બિન બરીટો (Bean Burrito Recipe in Gujarati)

બિન બરીટો એક મેક્સિકન વાનગી છે જે ઘણા બધા હેલ્ધી વેજીટેબલસ થી બનેલી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ટોરટિયા બનાવવા માટે
  2. ૧ કપમેંદાનો લોટ
  3. ૧ કપમકાઈનો લોટ
  4. ૨ ચમચીતેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1-1/2 કપ ગરમ પાણી
  7. રિફાઈડ બીન્સ (રાજમા) માટે
  8. ૧ કપરાજમા
  9. ૩ ચમચી🥄 તેલ
  10. ૧/૨ ચમચીબટર
  11. ડુંગળી ઝીણી સમારેલી
  12. ૧/૨ ચમચીલસણની પેસ્ટ
  13. ૧ ચમચીલાલ મરચું
  14. ૧/૨શેકેલા જીરું નો પાઉડર
  15. ૧/૨ ચમચીમરીનો પાઉડર
  16. ૧/૨ ચમચીમિક્સ્ડ હર્બ
  17. ૩ ચમચીટોમેટો સોસ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ટોમેટો સાલસા બનાવવા માટે
  20. ટામેટું
  21. નાનું કેપ્સીકમ
  22. નાની ડુંગળી ઝીણી સમારેલી
  23. ૨ ચમચીટોમેટો સોસ
  24. કોથમીર
  25. લીલુ મરચું
  26. ૧/૪ ચમચીમરી પાઉડર
  27. ૧/૨ ચમચીખાંડ
  28. ૧ ચમચીવિનેગર
  29. મીઠું સ્વાદ મુજબ
  30. સાવર ક્રીમ માટે
  31. ૧ કપહંગ કર્ડ
  32. ૧/૨ કપફ્રેશ ક્રીમ
  33. મીઠું સ્વાદ મુજબ
  34. ૧/૨ ચમચીમરી પાઉડર
  35. ૧ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ટોરટીયા બનાવવા માટે એક વાસણમાં મેંદો, મકાઈનો લોટ, તેલ મીઠું લઈને બધું બરાબર મિક્ષ કરવું. પછી ગરમ પાણીથી નરમ લોટ બાંધી લેવો. લોટ ને હાથ વડે સરસ થી મસળી લેવો અને પછી એક કલાક સુધી રેસ્ટ કરવા મૂકી દેવો.

  2. 2

    પછી બાંધેલા લોટમાંથી એક સરખા લુવા બનાવી અને પાતળી સરખી રોટલી બનાવી લેવી અને પછી આ રોટલીને તવા ઉપર બંને બાજુ બટર લગાવી હલકા ગુલાબી રંગ ની કાચી-પાકી શેકી લેવી. આ રીતે બધા ટોરટિયા તૈયાર કરી અને કિચન નેપકીન માં લપેટીને રાખી મૂકવા જેથી સોફ્ટ રહેશે.

  3. 3

    રિફાઈડ બીન્સ માટે રાજમાને આખી રાત પલાળી રાખવા અને પછી મીઠું નાખીને બાફી લેવા.

  4. 4

    પછી એક પેનમાં તેલ અને બટર ગરમ કરી લસણની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળી લેવું. બે મિનિટ પછી તેમાં મરચું, જીરું, મરી પાઉડર, મિક્સ હર્બ, ટોમટો સોસ બધું નાખીને બરાબર મિક્સ કરી લેવું અને પાંચથી દસ મિનિટ ચડી જવા દેવું.

  5. 5

    હવે આપણા રાજમાં તૈયાર છે.

  6. 6

    ટોમેટો સાલસા બનાવવા માટે ટામેટા અને કેપ્સીકમ ને ગેસ પર અથવા વાયર રેક પર કાળી સ્કીન થઈ જાય ત્યાં સુધી શેકી લેવા અને પછી ટામેટાની સ્કીન ઉતારી લેવી.

  7. 7

    પછી ટામેટા અને કેપ્સીકમ ને ચીલી કટર વડે અથવા ચપ્પુની મદદથી એકદમ ઝીણા સમારી લેવા.

  8. 8

    ત્યારબાદ એક બાઉલમાં ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સીકમ, ઝીણી સમારેલી ડુંગળી, મરી પાઉડર, ટોમેટો સોસ, કોથમીર, લીલું મરચું, મીઠું અને વિનેગર અને બરાબર મિક્ષ કરી લેવું. હવે ટોમેટો સાલસા તૈયાર છે.

  9. 9

    સાવર ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં હંગ કર્ડ, ફ્રેશ મલાઈ,‌મરી,મીઠું અને લીંબુનો રસ નાંખી એકદમ બરાબર હલાવી લેવું. સાવર ક્રીમ તૈયાર છે.

  10. 10

    બિન બરીટો 🌯 બનાવવા માટે એક ટોરટિયા લઈ તેમાં પહેલા રિફાઇન્ડ બીન્સ મુકવા. પછી તેના ઉપર સાલસા અને ઝીણી સમારેલી ડુંગળી મૂકવી.

  11. 11

    પછી તેમાં સાવર ક્રીમ, લાંબી સમારેલી કોબીજ અને કેપ્સીકમ મુકવા. પછી ચીઝ સ્પ્રેડ કરી અને રોલ બનાવી લેવો. પછી તે રોલને તવા ઉપર બટર મૂકી અને બંને બાજુથી શેકી લેવો.

  12. 12

    હવે તૈયાર છે બિન બરીટો. તેને ટોમેટો સાલસા અને સાવર ક્રીમ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes