મેક્સિકન બીન બરીટો (Mexican Bean Burritos Recipe in Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. ટોર્ટિયા માટે:
  2. ૩/૪ કપ મેંદો
  3. ૩/૪ કપ મકાઈ નો લોટ
  4. ૧.૫ ટેં. સ્પુન તેલ
  5. ૩/૪ સ્પુન મીઠું
  6. ૨/૩ કપ પાણી
  7. રિફ્રાઇડ બીન માટે:
  8. ૧ કપબાફેલા બીન્સ
  9. ટેં. સ્પુન તેલ
  10. ટેં સ્પુન બટર
  11. નાની ડુંગળી ઝીણી સમારેલી
  12. ટી. સ્પુન લસણ પેસ્ટ
  13. ૧/૨ટેં. સ્પુન લાલ મરચુ પાઉડર
  14. ૧/૨ટેં. સ્પુન જીરુ પાઉડર
  15. ૧/૨ટી. સ્પુન મરી પાઉડર
  16. ૧-૨ ટી સ્પુન મૂળ હબ્સ
  17. ટેં સ્પુન ટોમેટો સોસ
  18. મીઠું
  19. સાવર ક્રીમ માટે:
  20. ૧ કપહંગ કર્ડ
  21. ૧/૨ કપફ્રેશ ક્રીમ
  22. ૩/૪ ટી. સ્પુન મીઠું
  23. ૧/૨ટી. સ્પુન મરી પાઉડર
  24. ટી. સ્પુન લીંબુ રસ
  25. ટોમેટો સાલસા માટે:
  26. ટામેટા
  27. નાનું કેપ્સીકમ
  28. નાની ડુંગળી
  29. ટેં. સ્પુન ટોમેટો સોસ
  30. ટેં. સ્પુન કોથમીર
  31. લીલા મરચા
  32. ૧/૪ટી. સ્પુન મરી પાઉડર
  33. ટી. સ્પુન ખાંડ
  34. ટી. સ્પુન લીંબુ રસ
  35. મીઠું
  36. મેક્સીકન બીન રેપ માટે:
  37. ૧ કપપાતળું સમારેલું કોબીજ
  38. ૧ કપપાતળી કેપ્સીકમ સ્લાઇસ
  39. ૧ કપપાતળી સ્લાઇસ ડુંગળી
  40. ૧૦૦ ગ્રામ ખમણેલું ચીઝ
  41. બરીટો શેકવા માટે બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોર્ટિયા માટે એક બાઉલ મા મેંદો અને મકાઈ નો લોટ લેવો પછી તેમાં તેલ, મીઠું નાંખી ગરમ પાણી થી લોટ બાંધી લેવો. લોટ ને ૧/૨ કલાક ઢાંકી ને રાખી મૂકવો. પછી પાતળી રોટલી વડી લાઇટ પીંક શેકી લેવું. એક પાતળા કપડા મા કવર કરી ને રાખવા.રેડ્ડી છે ટોર્ટીયા.

  2. 2

    રિફ્રાઇડ બીન માટે એક પેન મા તેલ અને બટર લેવું તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવો સાંતળવી પછી લસણ પેસ્ટ નાખવીપછી તેમાં લાલ મરચુ, મરી પાઉડર, જીરુ પાઉડર, મીક્ષ હબ્સ નાંખી મીક્ષ કરવું. ત્યારબાદ તેમાં બાફેલા રાજમાં નાખવા. પછી તેમાં ટોમેટો સોસ અને મીઠું નાંખી મીક્ષ કરવું.

  3. 3

    સાવર ક્રીમ માટે એક બાઉલ મા હંગ કર્ડ સઇ તેમાં ક્રીમ, મીઠું,મરી પાઉડર, લીંબુ નો રસ નાંખી બધુ પ્રોપર મીક્ષ કરવું.

  4. 4

    ટોમેટો સાલસા માટે ટામેટા અને કેપ્સીકમ ને શેકવા. ત્યારબાદ બંને ની સ્કીન કાઢી લેવી. ચીલી કટર વડે શેકેલા ટામેટા, કેપ્સીકમ અને લીલા મરચા ને ક્રશ કરી લેવા. બાઉલ મા આ પેસ્ટ કાઢી તેમાં ઝીણી સમારેલી ડુંગળી,ટોમેટો સોસ, કોથમીર, મરી પાઉડર, ખાંડ, મીઠું નાંખી મીક્ષ કરવું.

  5. 5

    હવે ટોર્ટિયા લઈ તેમાં રિફ્રાઇડ રાજમાં મુકવા પછી તેના પર ટોમેટો સાલસા. ત્યારબાદ તેના પર સાવર ક્રીમ લગાવુ તેના ઉપર સ્લાઇસ કટ કરેલા કોબીજ, ડુંગળી, કેપ્સીકમ સ્પ્રેડ કરવા. લાસ્ટ તેના પર ખમણેલું ચીઝ છાંટવું, ત્યારબાદ ટોર્ટિયા ને રેપ કરી ઉપર બટર લગાવી તવી પર મીડીયમ ફલે્મ પર ક્રીસ્પી શેકી લેવા. રેડ્ડી છે મેક્સિકન બીન બરીટો તેને સાવર ક્રીમ અને ટોમેટો સાલસા વડે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes