પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ પાલક ની ભાજી
  2. 7-8 નંગપનીર ના પીસ
  3. ૨ નંગડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. 7કળી લસણ
  6. દોઢ પાવડુ તેલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 ચમચીહળદર
  9. 1/2 ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકની ભાજીને સાફ કરીને તેના પાંદડા વીણી લેવા. ગેસ ઉપર ગરમ પાણી કરી તેમાં ભાજી ના પાન બે મિનિટ માટે રાખો. જેથી તેનો કલર લીલો જ રહેશે.

  2. 2

    એક કડાઈમાં 1/2 પાવડુ તેલ ગરમ કરી તેમાં લસણ અને ડુંગળી સાંતળવી. હવે તેમાં ભાજી ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. આ મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી લેવું.

  3. 3

    પનીર તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી લેવા. એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થયા પછી તેના ટામેટાં ની ગ્રેવી ઉમેરી થોડીવાર ઉકળવા દેવું.

  4. 4

    હવે તેમાં ક્રશ કરેલી ભાજી ઉમેરી સ્વાદમુજબ મીઠુ, હળદર, અને મરી પાઉડર ઉમેરીને બરાબર હલાવી લેવું. બે મિનિટ પછી પનીર ના પીસ ઉમેરો. હવે ગેસ પરથી નીચે ઉતારી લેવું. ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર

Similar Recipes