ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ફણસી
  2. મિડિયમ બટાકુ
  3. ૩ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈજીરુ
  5. ૫-૬ કળી લસણ
  6. ૬-૭ મીઠા લીમડાના પાન
  7. ચપટીહીંગ
  8. ૧/૨ ચમચીઅજમો
  9. ૧ નંગટામેટું સમારેલ
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીધાણાજીરું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧/૨ ચમચીગરમ મસાલો
  15. ૧/૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ફણસી બટાકાને ધોઈ કટકા કરી લો.કુકરમાં તેલ નાખી ગરમ થાય ત્યારે રાઈજીરુ,અજમો,લસણ,લીમડાના પાન અને હીંગ નાખીને જરાક શેકી લો. પછી ટામેટું નાખીને હલાવો.

  2. 2

    હવે ફણસી બટાકા નાખીને બરાબર મિક્ષ કરીને ૨ મિનિટ શેકો પછી બધા મસાલા મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને ૧ મિનિટ શેકો. હવે ૧/૨ ગ્લાસ પાણી નાખીને બરાબર મિક્ષ કરી ઢાંકણ ઢાંકી દો. ધીમા તાપે ૧૦ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    બસ તૈયાર છે સ્વાદિષ્ટ ફણસી બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes