કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#EB
કારેલા બટાકા નું હવેજીયું શાક

કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)

#EB
કારેલા બટાકા નું હવેજીયું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 400 ગ્રામ કારેલા
  2. 200 ગ્રામ બટાકા
  3. 1 વાટકીતેલ
  4. 3 ચમચીધાણાજીરુ
  5. 2 ચમચીમરચાં નો ભૂકો
  6. ચપટીહીંગ
  7. 1 ચપટીહળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. જરૂર મુજબ ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કારેલા બટાકા ને છોલીને કટકા કરી લો.તેમાં થોડું મીઠું નાખી તેલ ગરમ થાય ત્યાં સુધી રેવા દો

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં કારેલા બટાકા નું પાણી નીતારી વધારી લેવું. પછી હળદર ને મીઠું નાખી ઢાંકી શાક ને થવા દેવુ.

  3. 3

    શાક સરસ થઈ જાય એટલે તેમાં ધાણાજીરુ ને મરચાં નો ભૂકો નાખી ને જરૂર મુજબ ખાંડ નાખી શાક ને ચચડાવું. મે આ શાક સાથે ત્રેવટી દાળ રસ લેચી કયાૅ છે આભાર. હવેજીયું એટલે નીકળતું ધાણાજીરુ નાખવા નું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes