શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ વાટકીતુવેર ની દાળ
  2. ૧/૨ વાટકીખાંડ
  3. ૨ વાટકીઘઉં નો લોટ
  4. ૪ ચમચીતેલ
  5. જરૂર મુજબ ધી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    1 વાટકી તુવેર ની દાળ ધોઇ જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી ચાર સીટી વગાડી લ્યો કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે.એક મોટી કડાઈ મા દાળ લઈ એક રસ કરી તેમાં ખાંડ નાખો

  2. 2

    હવે હલાવી લ્યો અને ગરમ કરવા મૂકો અને હલાવતા રહો ધટ થાય અને કડાઈ છોડે અને પુરણ માં તાવીથો ઊભો રહે એટલે ગેસ બંધ કરી દયો અને હલાવી ને ઠંડુ કરી લ્યો.તૈયાર છે પુરણ પોળી નું પુરણ સેજ ધી નો હાથ દઈ દયો.

  3. 3

    બાઉલ માં ધઉં નો લોટ લઈ તેમાં ત્રણ ચમચી તેલ નાખી હલાવી લ્યો અને લોટ બાંધી લ્યો અને દસ મિનિટ ઢાંકી ને રહેવા દયો પછી તેમાં લુવા કરી અટામણ માં બોળી પૂરી જેવી નાની વણી વચ્ચે પુરણ ભરી કચોરી ની જેમ વાળી લ્યો.

  4. 4

    હવે અટામણ માં બોળી રોટલી વણી લ્યો.તવી ગરમ કરી તેમાં આ રોટલી મૂકી બંને બાજુ થી ધીમા તાપે સેકી લ્યો.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી પુરણ પોળી ધી ચોપડી સર્વ કરો બાજુ માં ધી લઈ ને ખાવાથી ખુબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes