પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)

Hiral
Hiral @hir252704
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.30 કલાક
4 લોકો
  1. પુરણ માટે
  2. 2 વાટકા તુવેર ની દાળ
  3. 1 વાટકો ખાંડ (અથવા સ્વાદ પ્રમાણે)
  4. 2 નાની ચમચીઇલાયચી
  5. 2 ચમચીઘી
  6. 4વાટકા પાણી
  7. રોટલી ના લોટ માટે
  8. 1વાટકો ઘઉં નો જીનો લોટ
  9. પાણી
  10. લોટ ને કુણવવા તેલ
  11. પુરણ પોળી પર લગાવવા ઘી

રાંધવાની સૂચનાઓ

1.30 કલાક
  1. 1

    સૌ પ્રથમ તુવેર ની દાળ ને પાણી થી ધોઈ ને જેટલી દાળ એટલુ ડબલ પાણી નાખી 1/2 કલાક પલાળવા માટે મૂકો. પછી માઇક્રોવેવ મા દાળ ઢાંકી બાફવા મૂકવી 15 થી 20 મિનિટ માં બફાઈ જસે વચ્ચે 1 થી 2 વાર ચલાવી જોઈ લેવું. અથવા કુકર મા પણ મૂકી શકાય.કુકર માં 2 વિસલ કરી 10 મિનિટ ધીમા તાપે થવા દેવું.

  2. 2

    દાળ બરાબર ચડી જાય એટલે પછી તેમાં ખાંડ અને ઘી ઉમેરી માઇક્રોવેવ મા 5 મિનિટ ઢાંકી ને મૂકો.ફરી હલાવી 5 મિનિટ મૂકવું હવે ઢાંકવા ની જરૂર નથી.ફરી એ જ રીતે 5 મિનિટ મૂકો ટોટલ 15 મિનિટ માં પુરણ તૈયાર થઈ જાય છે.હવે ચેક કરવું પુરણ થઈ ગયું છે એના માટે તવેથા ને પુરણ માં વચ્ચે ઊભો રાખવો જો તે ઊભો રહે તો સમજવું પુરણ થઈ ગયું.ઇલાયચી પાઉડર નાખી ઠંડુ થવા દેવું.

  3. 3

    જો માઇક્રોવેવ ને બદલે બહાર પુરણ કરવું હોય તો એક કડાઈ મા બાફેલી દાળ અને ખાંડ મિક્સ કરી સતત હલાવતા રેહવુ.જ્યાં સુધી પુરણ માં તવેથો ઊભો ના રહે ત્યાં સુધી.ઇલાયચી પાઉડર નાખી ઠંડુ થવા દેવું.

  4. 4

    ઘઉં નો લોટ લઈ ને રોટલી નો લોટ બાંધી એ તેવો લોટ બાંધી તેલ થી કુણવી ને 10 મિનિટ રેસ્ટ આપી ને પોળી કરવી.

  5. 5

    પેલા સાદી રોટલી જેવી રોટલી વણી ને વચ્ચે પુરણ મૂકી વાળી લો.પછી ફરી વણી ને તાવડી માં બંને બાજુ સેકો.

  6. 6

    ગરમા ગરમ પોળી પર ઘી લગાવી પૂરણપોળી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral
Hiral @hir252704
પર
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes