ઢોકળા દાબેલી (Dhokla Dabeli Without Maida Paav Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#CB1
#WEEK1
#cookpadindia
છપ્પન ભોગની પહેલી જ મારી રેસિપી દાબેલી... નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય..અને વડી અમારી કચ્છ માંડવી ની પ્રખ્યાત વાનગી.. એટલે અવારનવાર ખાવાતી હોય... કોઈ મહેમાન આવે તો પણ દાબેલી ચખાડ્યા વિના ન મોકલીએ... ત્યારે એમ વિચાર આવ્યો કે કોઈને મેંદો ખાવાની મનાઈ હોય ત્યારે આ એક સરળ ઓપ્શન મળ્યો અને આ રીતે બનાવી જોયી... એટલી સરસ લાગી ને.. મજા આવી.. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો... ક્યારેક હેલ્થ માટે પણ વિચારી આ રીતે ખાઈ શકાય... 👌🏻👍🏻😊
ઢોકળા દાબેલી (without pau/maida)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કિલોઈડલી ઢોકળા નું ખીરું
  2. મીઠું
  3. ચપટીખાવાનો સોડા
  4. 1/4 કપદાબેલી નો મસાલો (આ મસાલામા બીજું કઈ ઉમેરવાનું હોતું નથી)
  5. 4મોટા બાફેલા બટાકા
  6. 4 tbspતેલ
  7. 2 tbspગળી ચટણી
  8. 2 tspલસણ ની ચટણી
  9. 1/4 કપમસાલા શીંગ
  10. દાડમ ના દાણા
  11. સેવ
  12. 2 tbspતેલ ઢોકળા પર વઘાર માટે
  13. 1 tspરાઈ ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળા બનાવવા માટે તેમાં મીઠું અને સોડા નાખી મિક્સ કરી, તેલ થી ગ્રીસ કરેલી થાળી મા ખીરું રેડી ઢોકળા ઉતારી લેવા.

  2. 2

    બીજી બાજુ એક પેન મા તેલ લઇ તેમાં 1/4 કપ દાબેલી નો મસાલો થોડા પાણી સાથે ઉમેરી સાંતળવો.ત્યાર બાદ બાફી ને અધકચરા smash કરી તે ઉમેરવા. બધું મિક્સ કરવું. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું.દાબેલી ના મસાલા મા મીઠું પણ હોય છે જેથી અન્ય કશું ઉમેરવું નહીં.

  3. 3

    હવે ઢોકળા ની થાળી ઉતારી હતી તેના પર ઉપર મુજબ વઘાર કરી રેડવો. પછી તેમાં થી મોટા ચોરસ ટુકડા કરવા. એક ટુકડા પર મીઠી ચટણી અને બીજા પર તીખી ચટણી લગાવવી. ત્યારબાદ તેના પર દાબેલી શાક, દાણા, ડુંગળી ઓપ્શનલ છે અહીં નથી નાખી.. તે બધું રાખી બીજા ઢોકળાં નો તીખી ચટણી વાળો ટુકડો રાખવો.દાડમ ના દાણા, સેવ વડે ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes