ટામેટાં અને ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

આજે મેં બનાવ્યું હેલ્ધી સુપ . ટેસ્ટ માં પણ સરસ લાગે છે.

ટામેટાં અને ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)

આજે મેં બનાવ્યું હેલ્ધી સુપ . ટેસ્ટ માં પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૪ નંગમોટા ટામેટા
  2. ડુંગળી
  3. કળી લસણ
  4. લીલું મરચું
  5. ૧ ચમચી બટર
  6. ૧ ચમચીતેલ
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  9. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચી બટર ઉપરથી નાખવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ સુપ માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી ટામેટાં ગાજર ડુંગળી મરચું બધું કટ કરી લેવું.અને લસણ ને ફોલી લેવું. મસાલા પણ તૈયાર કરી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ અને બટર ગરમ કરવા મૂકવું એકલું બટર વઘારમાં મૂકવાથી એ બળી જાય છે એટલે મે તેલ અને બટર મિક્સ કરી ને લીધું છે

  3. 3

    ગરમ થાય પછી તેમાં ડુંગળી નાખવી અને ૩/૪ મીનીટ માટે સાંતળવું

  4. 4

    પછી તેમાં લસણ અને લીલું મરચું નાખી દેવું અને થોડીવાર સાંતળો

  5. 5

    ત્યારબાદ તેમાં ગાજર 🥕 ના ટુકડા નાખી દેવા અને ૫ મીનીટ સુધી ધીમા તાપે ચડવા દેવું

  6. 6

    ત્યાર પછી તેમાં ટામેટાં 🍅 ના ટુકડા નાખી દેવા અને મિક્સ કરી લેવું

  7. 7

    ત્યારબાદ તેમાં મીઠું મરી પાઉડર ચીલી ફ્લેક્સ નાખી ને સરખું મિક્સ કરી લેવું અને ઢાંકણ ઢાંકી ને ૫ મીનીટ ચડવા દેવું

  8. 8

    ત્યારબાદ તેમાં એક કપ પાણી નાખી ને ૫/૭ મીનીટ સુધી ઉકાળી લેવું

  9. 9

    અને ૫ મીનીટ ઠંડું થવા દેવું ત્યાર બાદ મિક્સર જારમાં નાખી ને ક્રશ કરી લેવું અને ગરણીથી ગાળી લેવું

  10. 10

    પેનમાં નાખી અને ફરી ૫ મીનીટ માટે ઉકાળી લેવું એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લેવું

  11. 11

    તો તૈયાર છે ગરમા ગરમ ટામેટાં 🍅 અને ગાજર 🥕 નું સુપ એક બાઉલમાં કાઢી ને ઉપર બટર નાંખીને ગરમ ગરમ સર્વ કરવું.આ સુપ એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes