રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં ને એક કોટન ના કપડાં માં બાંધી ઠીક દહીં તૈયાર કરવું. હવે એક ખલમા લસણની કળી અને લાલ મરચું પાઉડર નાંખી દસ્તા ની મદદથી વાટી પેસ્ટ તૈયાર કરવી.
- 2
ત્યારબાદ પેનમા તેલ મુકી તેમાં હીંગ ઉમેરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાંતડી લેવું. પેસ્ટ સંતડાય જાય એટલે તેમાં હળદર, ધાણા જીરું પાઉડર, જીરું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યા સુધી સાંતળવું.
- 3
ત્યારબાદ બધું બરાબર મિક્સ થઈને સંતડાઇ જાય એટલે તેમાં દહીં ઉમેરી મિક્સ કરી લીલા ધાણા નાખી મિક્સ કરવું. હવે દહીં તિખારી ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15706701













ટિપ્પણીઓ (13)