દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh

#cookpad
#dahivda
દહીંવડા એ ગુજરાતમાં ખવાતી એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે.ઉનાળામાં તો ઠંડા ઠંડા દહીંવડા ખૂબ જ મસ્ત લાગે છે.મે અહી બનાવ્યા છે. જે તમને ગમશે.

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#cookpad
#dahivda
દહીંવડા એ ગુજરાતમાં ખવાતી એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે.ઉનાળામાં તો ઠંડા ઠંડા દહીંવડા ખૂબ જ મસ્ત લાગે છે.મે અહી બનાવ્યા છે. જે તમને ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨૦૦ ગ્રામ મગ છડી દાળ
  2. તેલ તળવા માટે
  3. ૧/૨ ચમચીસોડા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચીજીરું
  6. ૬૦૦ ગ્રામ દહીં
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીકાળા મરીનો પાઉડર
  9. ૧ ચમચીસેકેલાં જીરાનો પાઉડર
  10. ગ્રામશીંગ દાણા ૧૦૦
  11. ૧/૨ વાટકીકોથમીર સમારેલી
  12. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મગની દાળને પાણી મા પલાળી લો. ૬ થી ૭ કલાક પછી નિતારી લો. હવે મિક્સર મા ક્રશ કરી લો. તેમાં મીઠું,સોડા ઉમેરો. લીંબુ નો રસ
    ઉમેરો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી ને તેમાં ખીર માંથી નાના નાના ગોટા તળી લો. હવે એક તપેલીમાં એક ચમચી તેલ મૂકી ને તેમાં જીરું નો વઘાર કરી પાણી ઉમેરો. આ પાણી મા ગોટા પલાળી દો. હવે તેમાંથી પાણી નિતારી લો. દહીં મા ૨ ચમચી ખાંડ,૧/૨ મીઠું ઉમેરો.હવે આમાં બ્લેન્ડર ફેરવી દો.

  3. 3

    એક ડીશ મા પ્રથમ તો ગોટા રાખી દો. તેના ઉપર દહીં રેડી તેના પર કોથમીર અને શીંગ નાખો.લાલ મરચુ પાઉડર,મરી પાઉડર અને જીરા પાઉડર છાંટી દો

  4. 4

    તૈયાર છે દહીંવડા જે ફ્રીઝ માં રાખવાથી સરસ ઠંડા ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes