ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગુંદા અને કેરીને પાણીથી ધોઈને કપડામાં કોરાકરવા મૂકી દો
- 2
હવે અથાણાનો મસાલો બનાવવા માટે રાઈના કુરિયા અને મેથીના કુરિયા ને મિક્સરમાં પીસી લેવા ત્યારબાદ થાળીમાં સૌથી પહેલા રાઇના કુરિયા ગોળાકારમાં પાથરવા ત્યારબાદ મેથીના કુરિયા, વરીયાળી અને વચ્ચે હિંગ મૂકવી વઘારીયા માં સુકું મરચું,૩ ટી.સ્પૂન તેલ ગરમ કરવા મુકો અને તેમને પાથરેલા મસાલા પર રેડી દો ત્યારબાદ તેની પર હળદર નાંખવી અને શેકેલું મીઠું નાખવું મસાલો થોડો ઠંડો થાય એટલે લાલ મરચું મિક્સ કરવું આ રીતે અથાણાનો મસાલો તૈયાર કરવો
- 3
હવે કેરીને છોલીને છીણી લેવી તેમાં હળદર અને મીઠું નાખીને 10 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તેમાં પાણી છૂટું પડે એટલે બે હાથ વડે તેને બરાબર દબાવી ને નીચોવી લો અને તે છીણમાં અથાણાનો મસાલો મિક્સ કરો
- 4
ત્યારબાદ ગુંદા ને થોડા ટીચી ને તેમાંથી ઠળિયા બહાર કાઢી લો અને તૈયાર થયેલો મસાલો ગુંદા માં દાબીનેભરી લેવો તૈયાર થયેલા ગુંદા ને એક વાસણમાં દબાવીને ભરી લો બાકીનો વધેલો અથાણાનો મસાલો પણ ઉપર પાથરી દેવો તેને એક દિવસ પછી, બરણીમાં ભરવા માટેગરમ કરીને ઠંડું પાડેલું સીંગતેલ પહેલા થોડું રેડવું ત્યારબાદ ગુંદા ભરવા ફરીથી તેલ રેડવું ફરી ગુંદા ભરવા બરણી ઉપર ડૂબાડૂબ તેલ ભરવું અથાણું તૈયાર થાય એટલે તેને ઉપયોગમાં લેવુ
- 5
તૈયાર થયેલું કેરી ના છીણ વાળુંબનાવેલું ગુંદાનું આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
-
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar -
ગુંદા કેરીનુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
-
-
ભરેલા ગુંદા નું અથાણુ (Bharela Gunda Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiગુંદા માં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમ જ ગુંદા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. આવા પોષ્ટિક ગુંદા નું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. Ranjan Kacha -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
-
-
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#APRગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે તેમાં જુના ખાટા અથાણાનો બચી ગયેલો સંભાર ઉમેરવામાં આવે છે જેથી અથાણામાં કેરીની ખટાશ સારી ચડી જાયઅને જૂના અથાણા નો સંભાર પણ વપરાય જાય અને નવું ઇન્સાન ગુંદાનું અથાણું બની જાય તો આમ સ્વાદિષ્ટ ગુંદા નું તાજું અથાણું બનાવી શકાય છે જે ની રેસીપી અત્યારે શેર કરું છું Dips -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)