પાલક દાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 1-1/2 કપ સમારેલી પાલક ની ભાજી
  2. ૧/૨ કપચણાની દાળ
  3. ૧ નંગટામેટું
  4. ૧ ટીસ્પૂનવાટેલા આદુ મરચાં
  5. ૨ ટીસ્પૂનતેલ
  6. ૧ ટીસ્પૂનજીરુ
  7. ચપટીહિંગ
  8. ૧/૨+ ચપટી હળદર
  9. ૧ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  10. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  11. ૧ ટીસ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણા ની દાળ ને પાણી થી ધોઈ ૪ કલાક પલાળી રાખો, ત્યાર બાદ પાલક ની ભાજી ને ધોઈ કોરી કરી લો

  2. 2

    હવે ચણા ની દાળ ને બાફવા માટે કુકરમાં સવા કપ પાણી, ચપટી હળદર, મીઠું, ૧ ટીસ્પૂન તેલ નાખી ૪ વ્હીસલ વગાડી લો, ટામેટા ને ઝીણું સમારીલો,

  3. 3

    પાલક ની ભાજી ને ઉકળતા પાણીમાં ૨ મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ ચારણીમાં કાઢી લો, વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું હીંગ, હળદર, વાટેલા આદુ મરચાં, ટામેટાં નાખી બરાબર સાંતળી લો

  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલી દાળ અને પાલકની ભાજી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ધાણાજીરું ગરમ મસાલો નાખીને ૨ મિનિટ સુધી શાક ઉકળવા દો

  5. 5

    દાલ પાલક નું આ શાક સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes