ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)

Hina Raval
Hina Raval @hinaraval23

ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-7 નંગબટાકા
  2. 7-8 નંગલીલા ટામેટાં
  3. 1 વાટકીકોબી
  4. 1 વાટકીફુલાવર
  5. 1 નંગરીંગણ
  6. 1 નંગકેપ્સીકમ
  7. 1 વાટકીવટાણા
  8. 1/2ઝૂડી પાલક
  9. 1/2 વાટકીફુદીનો
  10. 1/2 વાટકીકોથમીર
  11. 2 નંગસૂકી ડુંગળી
  12. 3-4 નંગ લીલી ડુંગળી
  13. 1 વાટકીલીલું લસણ
  14. 5-6કળી લસણ
  15. 2ચમચા તેલ
  16. 1/2 ચમચીજીરું
  17. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  18. 1 ચમચીલાલ મરચું
  19. 1-1/2 ચમચીપાઉંભાજી મસાલો
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 1 નંગલીંબુ
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી રીંગણ ફુલાવર બટેકા લસણ ડુંગળી લાલ લીલા ટામેટા બધું કુકરમાં થોડું પાણી નાખીને બાફી લેવો. વટાણાને પાણીમાં અલગથી બાફી નીતારી લેવા.

  2. 2

    પાલકને બ્લાંચ કરી ઠંડા પાણીમાં નાખવી જેથી સરસ ગ્રીન કલર રહે. ત્યારબાદ મિક્સરમાં પાલક કોથમીર ફુદીનો નાખીને સરસ ક્રશ કરો

  3. 3

    પાલકને બ્લાંચ કરી ઠંડા પાણીમાં નાખવી જેથી સરસ ગ્રીન કલર રહે. ત્યારબાદ મિક્સરમાં પાલક કોથમીર ફુદીનો નાખીને સરસ ક્રશ કરો

  4. 4

    કડાઈમાં તેલ મૂકી જીરું નાખવું. તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાંખી સાંતળો. હવે તેમાં 2 લીલા ટામેટા સમારેલા નાખવા. ટામેટા ચડી જાય એટલે તેમાં કેપ્સીકમ નાખી લાલ મરચું પાઉડર અને પાવભાજી મસાલો નાખવો.

  5. 5

    બાફેલા શાકભાજી ને મેશ કરી કડાઈમાં નાખવું. ત્યારબાદ તેમાં પાલક કોથમીર ફુદીનાની પેસ્ટ નાખી સરખું મિક્સ કરો. હવે તેમાં બાફેલા વટાણા નાખી મીઠું અને લીંબુનો રસ નાખી દેવો. સરખું મિક્સ કરી ગેસ બંધ કરો.

  6. 6

    તૈયાર છે ગ્રીન પાવભાજી કોથમીર નાખી પાવ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hina Raval
Hina Raval @hinaraval23
પર

ટિપ્પણીઓ

Similar Recipes